માસ્ક ન પહેરનારા લોકોની કોવિડ સેન્ટરમાં સેવા લેવાશે, રાજ્ય સરકાર તૈયાર કરશે SOP: પ્રદીપસિંહ

પત્રકારો સાથે વાત કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમે કામ કરીએ છીએ. લગ્ન પ્રસંગોમાં એસઓપી પ્રમાણે 100 લોકોની મર્યાદામાં આયોજન કરવામાં આવે છે. 

માસ્ક ન પહેરનારા લોકોની કોવિડ સેન્ટરમાં સેવા લેવાશે, રાજ્ય સરકાર તૈયાર કરશે SOP: પ્રદીપસિંહ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 10 હજારને પાર પહોંચી ચુકી છે. તો આજે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પહેલા 16.15 ટકા પોઝિટિવિટી રેટ હતો જે ઘટીને 2.68 ટકા થયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોઈ સંક્રમિત થાય અને મેડિકલ સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે પગલા બર્યા છે. હાલ રાજ્યમાં 14885 એક્ટિવ કેસ છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે, રાજ્યના મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. 

રાજ્યમાં બેડ અને ટેસ્ટની ક્ષમતા વધારી
પત્રકારો સાથે વાત કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમે કામ કરીએ છીએ. લગ્ન પ્રસંગોમાં એસઓપી પ્રમાણે 100 લોકોની મર્યાદામાં આયોજન કરવામાં આવે છે. કોરોના પર તેમણે કહ્યું કે, રાજ્યમાં બેડની સંખ્યા અને કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે તમામ એસઓપીનું પાલન કરવું પડશે.

રાજકોટ અગ્નિકાંડ પર બોલ્યા પ્રદીપસિંહ
રાજકોટ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. તેના પર પ્રદીપસિંહે કહ્યુ કે,  રાજકોટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ હતી. મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી રાત્રેજ કલેક્ટર સાથે વાતચીત કરી અને સૂચનાઓ આપી હતી.  આઈએએસ અધિકારી તરીકે રાકેશને મોકલીને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. જરૂરી એફ.આઇ.આર કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનાને ભૂતકાળમાં બનેલી તેની અંદર પણ કમિશન ઓફ હેઠળ નિમાયેલા કમિશન નિમણૂકો કરવામાં આવી છે.  

તો સુપ્રીમ અને હાઈકોર્ટમાં થતી પીટિશન પર તેમણે કહ્યું કે, સરકાર કોરોના સંદર્ભે અપાતા માર્ગદર્શનની અમલવારી કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટને સરકાર સકારાત્મક રીતે લઈ રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 700 સ્થળોએ કુલ 50 હજાર બેડ ઉપલબ્ધ છે. 

માસ્ક નહીં પહેરતા લોકોને કોવિડ સેન્ટરમાં સર્વિસ માટે મોકલવાના હાઈકોર્ટના આદેશ બાબતે પ્રદીપસિંહે કહ્યુ કે, રાજ્ય સરકાર આ અંગે એસઓપી તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાનારી હાઈપાવર કમિટીમાં આ અંગે ચર્ચા કરી એસઓપી તૈયાર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news