પુરૂષોને હાર્ટ એટેકનો સૌથી મોટો ખતરો: આ કારણે પુરુષોનું હૃદય નબળું પડ્યું, આજે રાજકોટમાં 3નાં મોત
Heart Attack Risks: જો તમે કામ કરો છો તો સાવચેત રહો, કારણ કે તેનાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરુષો સૌથી વધુ જોખમમાં હોય છે, ચાલો જાણીએ કારણ.
Trending Photos
Heart Attack Risks: આજકાલ હાર્ટ એટેકના ખતરનાક કેસ જોવા મળી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ અચનાક ચાલતાં ચાલતાં પડી જાય છે અને મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના મોટાભાગના કેસ પુરુષોમાં જોવા મળે છે. હવે એક અભ્યાસમાં આ ખતરાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. રિસર્ચ મુજબ ઓફિસ વર્કને કારણે પુરુષોમાં હાર્ટ એટેકનો ખતરો બમણો થઈ જાય છે. આજે રાજકોટમાં હ્રદય રોગના હુમલાથી 3 વ્યક્તિઓનાં મોત થયા છે.
અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પુરુષો ઓફિસમાં તેમના કામની પ્રશંસા મળતી નથી તેઓમાં તણાવ વધે છે. જેના કારણે જીવલેણ હૃદય રોગનું જોખમ બમણું થઈ શકે છે.
આ રીતે થયું નવીનતમ સંશોધન
કેનેડિયન સંશોધકોએ લગભગ બે દાયકાઓ સુધી સ્ટ્રેસ અને એફર્ટ રિવોર્ડ ઈમ્બૈલેંસ (ERI) પર સંશોધન કર્યું હતું. તેઓએ 18 વર્ષ સુધી વ્હાઇટ કોલર જોબ કરનાર 6,465 પુરુષો અને સ્ત્રીઓનો અભ્યાસ કર્યો. આ સહભાગીઓને દિલની કોઈ બિમારી ન હતી. જેમાંથી 3118 પુરુષો અને 3347 મહિલાઓ હતા. જેની સરેરાશ ઉંમર 45 વર્ષ હતી.
ERI અને નોકરી સંબંધ
Frontiers in Psychology પર અન્ય સંશોધન ERIને વિગતવાર સમજાવે છે. આ સ્થિતિમાં, કાર્ય સંબંધિત દબાણ વધે છે કારણ કે તેમના પ્રયત્નો અને કાર્યને ઓફિસમાં પૂરતું પ્રોત્સાહન મળતું નથી. અભ્યાસના મુખ્ય લેખકે કહ્યું કે આવા વાતાવરણમાં કર્મચારીઓ પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા કામની માંગ કરવામાં આવે છે, પરંતુ કામ પર ઓછું નિયંત્રણ હોય છે. તેમણે આ બે બાબતોની હૃદય પર પડનારી અસરનો અભ્યાસ કર્યો છે.
તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષ સહભાગીઓએ તણાવપૂર્ણ વાતાવરણનો અનુભવ કર્યો હતો અથવા ઓછા વખાણ મેળવ્યા હતા તેમને હૃદય રોગનું જોખમ 49 ટકા વધી ગયું હતું. જે પુરુષોએ તણાવપૂર્ણ કામ અને ERI બંનેનો સામનો કર્યો હતો તેમને હૃદય રોગનું જોખમ બમણું હતું. જો કે, સંશોધકો મહિલાઓમાં આ વસ્તુઓની અસરને માપવામાં સફળ રહ્યા ન હતા.
હાર્ટ એટેકનું જોખમ
હૃદયરોગના કારણે હૃદય સુધી પૂરતું લોહી પહોંચતું નથી. જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે. નોકરિયાતો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે, તેથી આ સંશોધન લોકોના સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કર્મચારીઓ પર આ રોગનું જોખમ ઘટાડવું હોય તો તણાવપૂર્ણ કામની પરિસ્થિતિઓને તાત્કાલિક સુધારવી જોઈએ અને કર્મચારીઓ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવવું જોઈએ.
Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે