ગુજરાતીઓ માટે રોજગારીની ઉત્તમ તક બનશે આ પાર્ક, 22મીએ PM મોદી કરશે ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા જલાલપોર તાલુકાના વાંસી ગામે 1,141 એકર જમીનમાં સાકાર થનારા મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્કનું આગામી 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરશે. જેની સાથે જ PM અંદાજે 15 હજાર કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત થશે.

ગુજરાતીઓ માટે રોજગારીની ઉત્તમ તક બનશે આ પાર્ક, 22મીએ PM મોદી કરશે ખાતમુહૂર્ત

ધવલ પરીખ/નવસારી: નવસારી સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે રોજગારીની ઉત્તમ તક બનનારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા જલાલપોર તાલુકાના વાંસી ગામે 1,141 એકર જમીનમાં સાકાર થનારા મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્કનું આગામી 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરશે. જેની સાથે જ PM અંદાજે 15 હજાર કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત થશે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામે સાકાર થનારા PM મિત્રા પાર્કના ખાતમુર્હુત કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમમાં નવસારી અને સુરતથી 1 લાખથી વધુ લોકો પહોંચશે, જેના માટે 5 ડોમ સાથે બેઠક વ્યવસ્થા, મોટી સંખ્યામાં આવનારા લોકોના વાહનો માટે પાર્કિંગ, PM અને CM આવવાના હોય 5 હેલી પેડ, કાર્યક્રમ સ્થળે આવવાના રસ્તોઓ, સાઈન બોર્ડ સહિત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ખાસ કરીને કાર્યક્રમમાં આવનારા લોકો કાર્યક્રમને નિહાળી શકે એ માટે LED તેમજ ડિજિટલ ટીવી લગાવવામાં આવશે. ત્યારે આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. જેમની સાથે અનેક અધિકારીઓ, અલગ અલગ જિલ્લાના કલેકટર, કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા. 

જ્યાં નવસારી કલેકટર તેમજ તેમની ટીમે મંડપ, પાર્કિંગ સહિત સુવિધા તેમજ પ્રધાનમંત્રીના પ્રોટોકોલ પ્રમાણેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે કાર્યક્રમને લઈ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાસીમાં 1141 માં શરૂ થનારો ટેક્સટાઇલ પાર્ક ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news