માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામીને હનીટ્રેપમાં ફસાવી 50 લાખની ખંડણી માગી
આરોપીઓએ અંગત પળોની ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપીને સ્વામીજી પાસે રૂ.50 લાખની ખંડણી માગી હતી. અમદાવાદના નવરંગપુરામાં આવેલી હનીબની હોટલમાં સ્વામીજીને બોલાવીને તેમની બિભત્સ ક્લીપ ઉતારવામાં આવી હતી.
Trending Photos
જુનાગઢઃ માંગરોળના સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીને હનીટ્રેપમાં ફસાવીને તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા છે. તેમની ફરિયાદના આધારે પોલીસે હનીટ્રેપમાં ફસાવનારી મહિલા સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ અંગત પળોની ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપીને સ્વામીજી પાસે રૂ.50 લાખની ખંડણી માગી હતી.
કેશોદના ડીવાયએસપી અને માંગરોળનો ચાર્જ સંભાળી રહેલા જે.બી. ગઢવીએ આ કેસની વિગતો આપતા જણાવ્યું કે, શનિવારે માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીએ ફરિયાદ પોલીસમાં કરી હતી. જેના અનુસાર સ્વામીને ફેસબુકમાં એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી, જેને તેમણે એસેપ્ટ કરી હતી. તેઓ હરિદ્વારથી પરત આવ્યા ત્યારે સ્વામીજીને રૂબરૂ મુલાકાત માટે ફેસબુકમાં આમંત્રણ આપ્યું હતું.
ડીવાયએસપી ગઢવીએ વધુમાં જણાવ્યું કે, આ મહિલાએ અમદાવાદમાં રૂબરૂ મળવા માટે સ્વામીજીને બોલાવ્યા હતા. અહીં બાપુનગર, ખોડિયારનગર ચોકડી પાસે સ્વામીજી સાથે મુલાકાત કરીને તેમને હોટલમાં મળવા માટે આમંત્રણ આપ્યું હતું. સ્વામીજીને 24 નવેમ્બરના રોજ નવરંગપુરામાં આવેલી હોટલ હનીબનીમાં મળવા માટે બોલાવ્યા હતા. હોટલમાં બંનેએ સંમતિપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતો. તેના બે દિવસ બાદ સ્વામીજીને અમદાવાદ રિંગરોડ પર બોલાવીને મહિલાએ રૂ.7 હજારની માગણી કરી હતી. આ પૈસા મળી ગયા પછી સ્વામીજીને પુરુષોના અવાજમાં ધમકીભર્યા ફોન મળવા લાગ્યા હતા, જેમાં સ્વામીજીએ મહિલા સાથે માણેલી અંગત પળોની ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માગણી કરાતી હતી.
જુઓ વીડિયો.....
કેશોદના ડીવાયએસપીએ જણાવ્યું કે, સ્વામિજીએ આવી ધમકીઓથી કંટાળીને 14 ડિસેમ્બરના રોજ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને જુથડના ભાવેશ લાડાણી અને વિક્રમસિંહ કાગડા, અજાબ ગામના જીતુ વડારિયાને સૌ પ્રથમ અટકમાં લીધી હતા. ત્યાર પછી તેમની પાસેથી મળેલી બાતમીના આધારે અમદાવાદના રાયખડમાં રહેતી અજીમબાનુ ઉર્ફે આફરીનની પણ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે