8 વર્ષ કોમામાં અને 11 વર્ષથી દૂર રહ્યાં બાદ પરિવાર સાથે મિલનઃ ભાવુક દ્રશ્યો સર્જાયા

વાત છે ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની પરણીતાનું ૧૧ વર્ષના લાંબા સમય બાદ પોતાના સંતાનો સાથે મિલન થયું છે.અગિયાર વર્ષ બાદ સંતાનોએ માતાને હેમખેમ ઘરે પરત આવેલી નિહાળતાં જાણે ખુશીઓનો સાગર છલકાયો હોય એવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

8 વર્ષ કોમામાં અને 11 વર્ષથી દૂર રહ્યાં બાદ પરિવાર સાથે મિલનઃ ભાવુક દ્રશ્યો સર્જાયા

જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ કહેવાય છેકે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે...કુદરત હંમેશા કોઈકને કોઈક રીતે અનહોનીને હોની કહીને છતાં પણ આપણને તેની હયાતીનો પુરાવો આપતી રહે છે કુદરત. કુદરત છે જ! જો તમારે તેનું જીવંત ઉદાહરણ જોવું હોય તો કુદરતના ચમત્કાર સમી એક ઘટના જે પંચમહાલ જિલ્લામાં ઘટી છે તેના તમારે સાક્ષી બનવું પડે.

૧૧ વર્ષ પહેલાં અસ્થિર માનસિક સ્થિતિના કારણે પોતાના ૩ માસૂમ બાળકો ને તરછોડી નીકળી ગયેલી મહિલા કલકત્તા પહોંચી જાય છે. જ્યાં તેની શારીરિક અને માનસિક સ્થિતિનું સંતુલન બગડતા તે ૯ વર્ષ કોમામાં રહ્યા બાદ હવે ભાનમાં આવી અને ૧૧ વર્ષ બાદ આ મહિલાનું પોતાના પરિવાર સાથે મિલન થયું. આ એક ચમત્કાર નહિ તો બીજું શું કહી શકાય. 

11 વર્ષ બાદ ફરી પરિવાર સાથે મિલનઃ
વાત છે ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની પરણીતાનું ૧૧ વર્ષના લાંબા સમય બાદ પોતાના સંતાનો સાથે મિલન થયું છે.અગિયાર વર્ષ બાદ સંતાનોએ માતાને હેમખેમ ઘરે પરત આવેલી નિહાળતાં જાણે ખુશીઓનો સાગર છલકાયો હોય એવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સંતાનો એ પણ ૧૧ વર્ષ બાદ હેમખેમ પરત ઘરે આવેલી પોતાની માતાને મોં મીઠું કરાવી ફૂલહાર તેમજ આરતી ઉતારી ઘરમાં પ્રવેશ આપ્યો હતો. 

ફરી પોતાના સંતાનોને મળી શકી માતાઃ
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩ માં માનસિક અસ્થિરતાને લીધે પરણીતા કણજીયા ગામે લગ્ન પ્રસંગમાંથી વિખુટા પડ્યા બાદ માત્ર ચાર માસ માં છેક કલકત્તા સુધી પહોંચી ગઈ હતી અને આઠ વર્ષ સુધી ત્યાંની હોસ્પિટલમાં કોમા અવસ્થામાં રહ્યા બાદ ગત સપ્તાહે સભાન અવસ્થામાં આવી હતી .જેથી હોસ્પિટલના તબીબે પ્રાથમિક પૂછપરછ કરી પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. 

દરમિયાન પરિણીતાના પરિવારજનોનો સંપર્ક થયો હતો. જેથી હોસ્પિટલના તબીબના મોબાઈલના માધ્યમથી વીડિયો કોલિંગ ઉપર પરિણીતાના સંતાનો અને સ્વજનો સાથે વાતચીત કરવામાં આવી હતી.બીજી તરફ ગોધરા તાલુકા પોલીસના સહકારથી મહિલાને કલકત્તા થી મંગળવારે પોતાના ઘરે લાવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે ગીતાબેન ઘરે આવતાં સંતાનોને માતા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news