કચ્છ: તળાવમાં ધારાસભ્યએ રાખી તરણ સ્પર્ધા, યુવક ડુબ્યાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Trending Photos
કચ્છ : કચ્છના મુન્દ્રામાં તળાવમાં ઘારાસભ્યની હાજરીમાં યુવક ડુબ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તળાવમાંથી નારીયેળ લેવા ગયેલો યુવક ડુબ્યો હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. તળાવમાં નવા નીરના વધામણા થતા હતા તે સમયે આ ઘટના બની હતી. જો કે કોંગ્રેસનાં દાવા અનુસાર આ તળાવમાં રાખવામાં આવેલી સ્પર્ધાને કારણે યુવક ડુબ્યો હતો.
શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી કે મારી જાણકારી અનુસાર કોઇ પ્રકારની સાવચેતી વગર જ મુન્દ્રામાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સરકારનાં અધિકારીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ હાજર હતા. હું એનડીઆરએફની ટીમ મોકલવા માટે વિનંતી કરુ છું. આ પ્રકારનાં દુસ્સાહસી કાર્યો ભાજપે કરવા જોઇએ નહી.
कच्छ ज़िले के मुंद्रा में किसी भी तरहा की सावधानीके बिना ही, तालाब से बीजेपी विधायक के ज़रिए फेंके गये नारियल को निकालने की प्रतियोगिता में एक युवा की मौत हो गयी।@vijayrupani ji इस मामले में जाँच कराए। सवाल यह भी हे की, कोरोना के में बिना अनुमति इस तरहा की प्रतियोगिता कितना उचित? pic.twitter.com/W188mmWNSD
— Shaktisinh Gohil (@shaktisinhgohil) August 18, 2020
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રિંહે કહ્યું કે, તળાવમાં નવા નીરના વધામણા કરવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ તળાવમાંથી પહેલા નારીયેળ લઇને આવે તેને 5 હજાર રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે. આ સ્પર્ધામાં તકેદારી નહી રાખવાનાં કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે