જૂનાગઢમાં મહિલા ખેડૂત કરે છે લાખોની કમાણી! આ ટેકનીક અપનાવી તમે પણ થઈ જાઓ માલામાલ
એક નાનકડાં ગામમાં રહેતાં અને માત્ર 12 ધોરણ ભણેલાં મહિલા ખેડૂત ભાવના બેન કઈ રીતે લાખો રૂપિયાના કમાણી કરે છે તે જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.
- જૂનાગઢના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી
પશુપાલન અને ઓર્ગેનિક શાકભાજીની ખેતીથી કરી લાખોની કમાણી
12 ધોરણ ભણેલાં મહિલા ખેડૂત કરી રહ્યા છે લાખોની કમાણી
પશુપાલન થકી દરરોજ 100 લીટર થી વધુનું દૂધ ઉત્પાદન
ઓર્ગેનિક શાકભાજીનું જાતે જ કરે છે વેચાણ, મળે છે બમણો નફો
ગાય આધારીત 23 જેટલી ઓર્ગેનિક પ્રોડક્ટનું કરે છે ઉત્પાદન
Trending Photos
સાગર ઠાકર, જૂનાગઢઃ જૂનાગઢના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે સાથે પશુપાલન અને ઓર્ગેનિક શાકભાજીની ખેતીથી લાખોની કમાણી પણ કરી રહ્યા છે. ગાય આધારીત ઓર્ગેનિક ખેતીથી 12 ધોરણ ભણેલાં મહિલા ખેડૂત આજે લાખોની કમાણી કરતાં થયા છે. પશુપાલન થકી દરરોજ 100 લીટર થી વધુનું દૂધ ઉત્પાદન મેળવે છે તો ઓર્ગેનિક શાકભાજીનું જાતે જ વેચાણ કરીને બમણો નફો પણ મેળવે છે સાથે ગાય આધારીત 23 જેટલી ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ આ મહિલા ઉત્પાદન કરી રહ્યા છે.
જૂનાગઢ નજીકના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયાએ બદલાતા સમય સાથે ઓર્ગેનિક શાકભાજીની ખેતી અને પશુપાલન થકી આવક બમણી કરીને સફળતાં હાંસલ કરી છે અને છેલ્લા પાંચ વર્ષમાં ભાવનાબેને એક મહિલા પણ પ્રગતિશીલ ખેડૂત બની શકે છે તે સાબિત કરી દીધું અને આજે ભાવનાબેન મહિને દહાડે હજારો નહીં પરંતુ લાખો રૂપીયાની કમાણી કરી રહ્યા છે. ભાવનાબેન ત્રાંબડીયાને કોયલી ગામે 10 વિઘા ખેતીની જમીન છે જેમાં તેમની ગૌશાળા આવેલી છે અને અને તેમની પાસે 37 ગીર ગાયો છે તેમાંથી દરરોજ 120 લીટર દૂધનું તેમને ઉત્પાદન મળે છે જે 65 રૂપીયે પ્રતિ લીટરના ભાવે વેંચાય છે જેની હોમ ડીલીવરી જ કરવામાં આવે છે.
ગૌશાળામાંથી નીકળતાં છાણ અને ગૌમુત્રનો પણ તેઓ પૂરેપુરો ઉપયોગ કરે છે પોતાના ખેતરમાં જ તેઓ જીવામૃત અને ઘન જીવામૃત બનાવે છે, પોતાના ખેતરમાં તો ઉપયોગ કરે જ છે સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ પણ કરે છે, 40 કિલોની એક એવી ખાતરની બેગ 400 રૂપીયાના ભાવે વેંચાય છે, દર મહિને અંદાજે 40 બેગનું તેઓ વેચાણ કરે છે. પોતાના ખેતરમાં એક વિઘામાં તેઓ ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરે છે, દૂધી, ભીંડા તુરીયા, ગુવાર, પાલખ, રીંગણાં જેવા શાકભાજીનું ઓર્ગેનિક ઉત્પાદન થયું હોય તેનો બમણો ભાવ બજારમાં મળે છે, ભાવનાબેન પોતે આ શાકભાજીનું જૂનાગઢ આવીને વેચાણ કરે છે, ખર્ચ કાઢતાં શાકભાજીમાંથી દરરોજ તેમને 500 રૂપીયાની ચોખ્ખી આવક થાય છે.
વર્ષ 2016 મા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે એક તાલીમ કાર્યક્રમ દરમિયાન ભાવનાબેનને ઓર્ગેનિક ખેતી માટેની પ્રેરણા મળી અને ત્યારથી તેઓ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા અને પરિણામ સ્વરૂપે આજે તેઓ પશુપાલન અને ઓર્ગેનિક ઉત્પાદનો થકી લાખો રૂપીયાની કમાણી કરી લે છે, ગાય આધારીત ખેતી કરીને અને તેની વિવિધ પ્રોડક્ટ્સ પણ તેઓ ઘરમાં જ બનાવે છે અને તેનું વેચાણ કરે છે, પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે તેમને એવોર્ડ પણ મળ્યા છે આમ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી થી મહિલાઓ પણ હવે સારી એવી આવક કરીને કૃષિ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે