બંને પક્ષો પ્રચારમાં વિકાસનો મુદ્દો વિસર્યાં, ત્યારે જસદણનો જનાદેશ કોને ફળશે?
Trending Photos
જસદણમાં હાલ મતદાનની વચ્ચે વિરોધના સૂર ઉભા થયા છે. જનતાના જનાદેશમાં જનઆક્રોશ દેખાઈ રહ્યો છે. આજે મતદાન કરવા પહોંચેલા અનેક જસદણવાસીઓ સાથે વાત કરતા માલૂમ પડ્યું કે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાની ચૂંટણી પ્રચારમાં ક્યાંક ને ક્યાંક વિકાસનો મુદ્દો ભૂલી ગયા છે. જસદણના ચૂંટણી પ્રચારમાં ક્યાંય જસદણના વિકાસની વાતો થઈ નથી, તો તેમનો પક્ષ આવશે તો તેઓ જસદણના વિકાસ માટે શું કરશે તેવું ક્યાંય ઉલ્લેખાયું નથી. જેને સ્પષ્ટ પડઘા આજે પેટા ચૂંટણીના મતદાન સમયે દેખાઈ રહ્યાં છે. ચૂંટણી પ્રચાર વખતે રોજગારી, ખેડૂતોની સમસ્યા, હીરા ઉદ્યોગમાં મંદી જેવા મુદ્દાઓ વિસરાયા. પ્રચારમાં ક્યાંય પાણીની સમસ્યા, શિક્ષણને વેગ, ઉદ્યોગોને સરભર કરાશે તેવું ક્યાંય કહેવાયું નહિ. માત્ર ને માત્ર બે પક્ષોના ઉમેદવારને લઈને જ ચર્ચા કરવામાં આવી. જેને પગલે આજે વિરનગરમાં ખેડૂતોનો વિરોધ દેખાયો, તો બીજી તરફ પારેવડામાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવો પડ્યો છે.
જસદણની આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ સાથે જ અનેક સવાલો જસદણના લોકોનાં મનમાં ઉભા થયા છે. ઈલેક્શન સમયે લોકો સાથે વાત કરતા તેઓએ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. લોકોએ કહ્યું કે, વ્યક્તિ પોતાના પક્ષમાં જ કામ ન કરતુ હોય તો બીજા પક્ષમા જઈને કેવી રીતે કરશે. અને અત્યાર સુધી કુંવરજી પર વિશ્વાસ કર્યો તો અવસર નાકિયા પર કેવી રીતે કરવો. તો બીજી તરફ કુવંરજીએ પોતાની સ્કૂલો સાચવી તેવા સવાલો પણ જસદણના જનમાનસમાં ઉઠ્યા હતા.
ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ 25 વર્ષોથી ન આવે, અને મતદાન દિવસે જ ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવા આવવું પડે ત્યારે આ ખેડૂતો કેટલે અંશે પીડિત હશે તે દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ, પારેવડામાં મહિલાઓએ પાણીની સમસ્યા ગણાવી હતી. હાલ જસદણ રોજગારી, ખેડૂતો, હીરા ઉદ્યોગમાં મંદી જેવા મુદ્દાઓથી પીડાઈ રહ્યું છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પ્રચારમાં ક્યાંય પાણીની સમસ્યા, શિક્ષણને વેગ, ઉદ્યોગોને સરભર કરાશે તેવું ક્યાંય કહેવાયું નહિ. માત્ર ને માત્ર બે પક્ષોના ઉમેદવારને લઈને જ ચર્ચા કરવામાં આવી. પક્ષોએ તેમનું શક્તિ પ્રદર્શન કર્યું છે.
મતદાન કરવા આવેલા અનેક નાગરિકોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ ગણાવી હતી. જેમાં મોટાભાગે પાણીની સમસ્યા મુખ્ય હતી. મતદારોએ કહ્યું હતું કે, આગામી જે પણ ઉમેદવાર આવે તે પાણીની સમસ્યા દૂર કરે તેવું ઈચ્છીએ છીએ. ત્યારે ચૂંટણી પ્રચારમાં જ પાણીની સમસ્યાનો આ મહત્વનો મુદ્દો વિસરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે