જામનગર: કોરોનાના વધુ બે કેસ સાથે આંકડો 26 થયો, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં 17મી સુધી વેપાર-ધંધા બંધ

મોડી રાતે જામનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે. આ સાથે જ જામગનરમાં કોરોનાના કુલ 26 પોઝિટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. મોડી રાતે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જામનગરના કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેર-જિલ્લામાં પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક મહત્વના સમાચાર એ છે કે ઝી 24 કલાકના અહેવાલ બાદ આજધી 17મી મે સુધી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ વેપાર-ધંધા બંધ રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી રાખવામાં ન આવતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 

જામનગર: કોરોનાના વધુ બે કેસ સાથે આંકડો 26 થયો, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં 17મી સુધી વેપાર-ધંધા બંધ

મુસ્તાક દલ, જામનગર: મોડી રાતે જામનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે. આ સાથે જ જામગનરમાં કોરોનાના કુલ 26 પોઝિટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. મોડી રાતે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જામનગરના કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેર-જિલ્લામાં પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક મહત્વના સમાચાર એ છે કે ઝી 24 કલાકના અહેવાલ બાદ આજધી 17મી મે સુધી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ વેપાર-ધંધા બંધ રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી રાખવામાં ન આવતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 

કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, કુલ આંકડો 26 થયો
જામનગરમાં મોડી રાતે તંત્ર દ્વારા 2 કોરોના પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવતા હવે જામનગરના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 26 થઈ છે. અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. ધ્રોલના ખારવા ગામે કોરોનાગ્રસ્ત મૃતક બાળકના કાકાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જામનગર શહેરના લંઘાવાડ ઢાળિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ પૌઢની પૌત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

ઝી 24 કલાક ઈમ્પેક્ટ, 17મી સુધી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ વેપાર ધંધા બંધ
ગઈ કાલે ઝી 24 કલાક દ્વારા ગ્રેઈન માર્કેટ વિસ્તાર પર એક અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યાં હતાં. જામનગર જિલ્લા પોલીસવડા પોતે પરિસ્થિતિ કાબુમાં કરવા માટે પહોંચ્યા હતાં. ગ્રેઈન માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી ન રખાતી હોવાનો ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી અને આજથી 17મી મે સુધી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસવડાની સૂચનાથી વેપારી એસોસિએશને ગ્રેઈન માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો. 

અત્રે જણાવવાનું કે ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી જિલ્લાભરની જથ્થાબંધ ખરીદી થાય છે. ગઈ કાલે બે કલાકની છૂટ વચ્ચે મેળો જામ્યો હોય તેમ લોકો ખરીદી કરવા નીકળી પડ્યા હતાં. આજથી હવે ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ દુકાનો સંપૂર્ણપણે બંધ રહેશે. ધ સીડ્સ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોનાનું મોટાપાયે સંક્રમણ ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. હોલસેલની દુકાનો બંધ થતા છૂટક વેપારીઓને હાલાકી પડી શકે છે. લોકડાઉનના પગલે બે કલાકની અપાયેલી છૂટ પણ આજથી હવે રદ કરાઈ છે. 

જુઓ LIVE TV

કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી
જામનગરના કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેર-જિલ્લામાં પોલીસની કવાયત ચાલુ છે. કોરોના પોઝિટિવ કેસ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. શહેરના ઘાંચીવાડ, નવાગામ ઘેડ, ગાંધીનગર, શરૂસેક્શન સહિતના વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. શહેરના ગુલાબનગર અને દિગજામ સર્કલ સહિતના અન્ય વિસ્તારો પણ કન્ટેઇનમેન્ટ ઝોન છે. ચેલા SRP કેમ્પ અને મસીતિયા ગામતળ વિસ્તારને પણ જાહેર કરાયો છે કન્ટેઇનમેન્ટ ઝોન. કન્ટેઇનમેન્ટ ઝોનમાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવેલા છે. પોલીસ દ્વારા તમામ કન્ટેઇનમેન્ટ ઝોનમાં 24 કલાક કડક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news