VIDEO જામનગર: BJP નગરસેવિકાએ એસ્ટેટ વિભાગના બંને અધિકારીઓને ગણાવ્યા 'ડોન', જાણો શું છે મામલો

ખુદ શાસકપક્ષ ભાજપના નગરસેવિકાનો મનપાના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ (BJP) ના નગરસેવિકા રચના નંદાણીયાએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો. રેકડી ધારકો સામે મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓની દાદાગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. 

VIDEO જામનગર: BJP નગરસેવિકાએ એસ્ટેટ વિભાગના બંને અધિકારીઓને ગણાવ્યા 'ડોન', જાણો શું છે મામલો

મુસ્તાક દલ, જામનગર: ખુદ શાસકપક્ષ ભાજપના નગરસેવિકાનો મનપાના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ (BJP) ના નગરસેવિકા રચના નંદાણીયાએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો. રેકડી ધારકો સામે મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓની દાદાગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. 

( બે દિવસ પહેલા જ્યારે રેકડી છોડાવી ત્યારની તસવીર)

તેમણે કહ્યું કે દરરોજ સંખ્યાબંધ રેકડીઓ અને વજનકાંટા ખોટી રીતે કબ્જે કરવામાં આવે છે. નગરસેવિકાએ એસ્ટેટના બંને અધિકારીઓને ડોન ગણાવ્યાં. એસ્ટેટના બંને અધિકારીઓની દાદાગીરીને કારણે રેકડી ધારકો ભારે પરેશાન છે. મનપાના અધિકારીઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા નગરસેવિકાએ રેકડી ધારકોને હાકલ કરી છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

તેમણે જામનગરના સાંસદ, રાજયમંત્રી અને મુખ્યમંત્રી સુધી પત્ર ઝુંબેશ માટે આહવાન કર્યુ છે. તેમના કહેવા મુજબ કોરોનાનું ઘણી જગ્યાએ ઉલ્લંઘન થાય છે તો રેકડી ધારકો સામે દાદાગીરી શા માટે ??? ભાજપના નગરસેવિકા રચના નંદાણીયા સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો વાયરલ કર્યો છે. રચનાબેન નંદાણીયા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદો માટે મનપા સામે લડાઈ લડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news