સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે? હવે અહીં આવ્યો ભૂકંપનો આંચકો
Gujarat Earthquake : પાટણ, કચ્છ બાદ આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે... 2.5 ની તીવ્રતાના આંચકાથી લોકો હચમચી ગયા હતા
Trending Photos
earthquake in valsad : સતત ત્રીજા દિવસથી ગુજરાતની ધરા ધ્રુજી રહી છે. પાટણ, કચ્છ બાદ હવે આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે હવે લોકોમાં રીતસરનો ડર પેસી ગયો છે કે, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવી રહ્યું છે. ગુજરાતમાં જ્યારે જ્યારે ભૂકંપના આંચકા આવે છે ત્યારે ત્યારે કચ્છ ભૂકંપની યાદ તાજી થઈ જાય છે. આવામાં સતત આવી રહેલા આંચકા કઈ બાબતના સંકેત આપી રહ્યાં છે.
વલસાડમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
વલસાડ જિલ્લામાં ફરી અનુભવાયા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાથી લોકોમાં ડરી પેસી ગયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામ પાડે ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે.
સોમવારે કચ્છમાં આવ્યો હતો ભૂકંપ
કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. અચાનક ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
રવિવારે પાટણ સહિત આ જગ્યાએ આવ્યો હતો ભૂકંપ
ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 12 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા. આ સમયે પણ લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.
પાટણમાં ભૂકંપ બાદ આફ્ટર શોક પણ આવ્યા હતા
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર જનરલ સુમેર ચોપરાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈ કાલે નોંધાયેલ 4.2 ની તીવ્રતાના ભૂકંપ બાદ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના બે આફ્ટર શોક નોંધાયા હતા. રાત્રે 4.2 ના ભૂકંપ બાદ તરત જ 10.20 કલાકે 2.1 ની તીવ્રતાનો અને આજે સવારે 4.30 કલાકે 1.5 ની તીવ્રતાના બે આફ્ટર શોક નોંધાયા હતા.
પાટણમાં ભૂકંપના આંચકા આવવાનું કારણ
તેમણે વધુમાં કહ્યું કે, ગઈ કાલે રાત્રે ઉત્તર ગુજરાતમા 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર હતું. અંદાજીત 9.5 કિલોમીટર ઊંડાઈથી ભૂકંપ નોંધાયો હોવાનું અનુમાન છે. એપી સેન્ટરથી 100 કિલોમીટર દૂર સુધી ભૂકંપની અસર થઈ હોય તેવું અનુમાન છે. પાટણમાં નોંધાયેલ ભૂકંપ કેમ્બે રીફટમાંની એક્ટિવિટીના કારણે આ ભૂકંપ આવ્યો હોઈ શકે. પાટણ પાસે કેમ્બે અને કચ્છ રીફટ ભેગી થાય છે, જયાં આ પ્રકારની હલચલની સંભાવનાઓ વધુ છે. 15 વર્ષ બાદ પાટણમા ફરી એક વખત ભૂકંપ નોંધાયો છે. 2010 માં પાટણ પાસે જ 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પાછલા 15 વર્ષમાં 4 ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. 2010 માં પાટણ પાસે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો હતો. 2017 માં ડીસા પાસે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. વર્ષ 2019 માં પાલનપુર પાસે 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગઈ કાલે 2024 ના વર્ષમાં ફરી પાટણ પાસે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે