GSTની બેઠકમાં મહત્વનો નિર્ણય, ગુજરાતને વેગવંતુ બનાવવા મળશે 9 હજાર કરોડ રૂપિયાની લોન: નીતિન પટેલ
Trending Photos
અમદાવાદ : આજે જીએસટી ની બેઠકમાં કેટલાક વિપક્ષના રાજ્યોએ લોન લેવાની ના પાડી છે અને વિપક્ષ સંચાલિત રાજ્યો અગાઉથી નક્કી કરીને આવ્યા હતા કે ભારત સરકારે કીધુ લોન લે તે વાત કરી હતી. જીએસટી કાઉન્સિલની પરંપરા છે બધા જ નિર્ણયો સર્વાનુમતે થયા છે. જો કે આજે સર્વાનુમતે ન થઈ શક્યા તેના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે ૧૨મી તારીખે ફરી મળશે ત્યારે તેનું નિર્ણય કરવામાં આવશે. 2022 પછી લક્ઝરી જેવી ચીજ વસ્તુઓ ઉપર સેસ ચાલુ રાખવામાં આવશે.
અગાઉ 2022માં સેસ બંધ કરવાની વાત હતી. ગુજરાત રાજ્યને 1100 કરોડ રૂપિયા ગુજરાતને ફાળવવામાં આવશે એક સપ્તાહમાં ફાળવી દેવામાં આવશે. લોક ડાઉનલોડ પછી જે રકમ સેસની રકમ આવી છે છે તે રાજ્યોને એક સપ્તાહમાં ચુકવી દેવામાં આવશે. ગુજરાતની એકવીસ સો કરોડ રૂપિયા એક અઠવાડિયામાં પ્રાપ્ત થશે. બોગસ બિલો બનાવતા લોકોને કંટ્રોલમાં કરવા માટે એક નવું સોફ્ટવેર જીએસટી કાઉન્સિલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તે સોફ્ટવેર દ્વારા પદ્ધતિ અમલમાં આવશે. આ સોફ્ટવેર દ્વારા વેપારીએ કોને કેટલો માલ લીધું કેટલીવાર લીધો એ તમામ વિગતો તેની વિગતો મળી જશે. તેનાથી રાજ્યોની આવકમાં વધારો થશે.
કોરોના દરમિયાન રાજ્યનો વિકાસ દર ૧૦ ટકા ગણીને વળતર આપવાનો નિર્ણય કર્યો હતો એટલે ગુજરાત રજૂઆત કરી હતી 10% વ્યાજબી નથી પણ ૬ થી ૭ ટકા લેખે રકમ આપવી જોઈએ. રાજ્યનો કુલ 7 ટકા ગ્રોથ ગણવાની જાહેરાત કરી છે તેના કારણે ગુજરાતને વધારાની ૫૦૦ કરોડ જેટલી આવક મળશે. કોંગ્રેસ ના નેતાઓ અભ્યાસ કર્યા વગર નિવેદનો કરે છે આ કોરોના ના કારણે પરિસ્થિતિ ઊભી થઇ છે. જો કોરાના આવ્યો હતો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત કોંગ્રેસના એક સિનિયર નાણામંત્રીએ આજે મિટિંગમાં કીધું હતું કે કેટલાક રાજ્યોની સ્થિતિ એવી છે કે તેઓ કર્મચારીઓને પગાર ચુકવી શકે તેવી સ્થિતિ નથી. સેસ ની રકમમાં થી વ્યાજ ચુકવવાનું છે જોકે કોંગ્રેસ તેને રાજકીય મુદ્દો બનાવી રહી છે.
કોંગ્રેસ તેને વિલબમાં મૂકી પ્રજાની હાડમારી વધે એ માટે આ કામગીરી કરી રહી છે. ગુજરાતની જે રકમ ગુજરાતને આઠ થી નવ હજાર કરોડની લોન તબક્કાવાર પ્રાપ્ત થશે. તેના પણ હપ્તા નક્કી કરવામાં આવ્યા છે દર બે મહિને આઠ થી નવ હજાર કરોડ રૂપિયા મળશે. લોન નું પેમેન્ટ 2022 પછી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે