દેશમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવશે દંડનો મેમો, ગુજરાતમાં લાગુ થશે નિયમો

Traffic Guidelines: સીસીટીવી કેમેરા દ્રારા જ સીધો ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરાશે. ચલણ જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરે તો કેસ કોર્ટમા જશે. જ્યા કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવુ પડશે.

દેશમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવશે દંડનો મેમો, ગુજરાતમાં લાગુ થશે નિયમો

online traffic challan: એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતમાં આ નિયમો લાગુ થઈ શકે છે. ગુજરાતમાં પહેલા તબક્કામાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરમાં પ્રોજેકટ શરુ કરાશે. 

સીસીટીવી કેમેરા દ્રારા જ સીધો ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરાશે. ચલણ જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરે તો કેસ કોર્ટમા જશે. જ્યા કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવુ પડશે. 

તમામ રાજ્યોમા નિયમ લાગુ થયા બાદ જો અન્ય રાજ્યમા નિયમ ભંગ થશે તો પણ મેમો ઘરે આવશે. કેંદ્ર સરકારનો રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ હાલ આ યોજના લાગું કરી રહ્યો છે.

કયા મહાનગરોમાં કેટલા કેમેરાથી ચલણ જનરેટ થશે

અમદાવાદ 711
રાજકોટ 200
સુરત 715
વડોદરા 1500

પ્રથમ તબક્કામાં ચાર મહાનગરોમાં અમલીકરણ બાદ અન્ય શહેરમાં પણ તેનું અમલીકરણ કરવામાં આવશે. જે તે મહાનગરમાં પોતાના કંટ્રોલથી જ ચલણ જનરેટ થશે. ઘણીવાર લોકો નશામાં કે વધુ ઝડપે વાહન ચલાવે છે. ઘણી વખત કેટલાક વાહન સવારો પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે જેના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં, આ લોકો પર કડક કાર્યવાહી કરવા માટે, સરકારે ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત સિસ્ટમ અથવા ઇ-ચલણ સિસ્ટમ શરૂ કરી હતી. હાલમાં દેશના 15 રાજ્યોમાં, ઇ-ચલણ સિસ્ટમ દ્વારા ચલણ કાપવામાં આવે છે.

આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time

કયા રાજ્યોમાં છે ઈ-ચલણ 
બિહાર, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન દેશના 15 રાજ્યો છે જ્યાં ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓને ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી-આધારિત સિસ્ટમ અથવા ઇ-ચલણ સિસ્ટમ દ્વારા ચલણ આપવામાં આવે છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબનો પણ સમાવેશ થાય છે.

ઇ-ચલણ કેવી રીતે કાપવામાં આવે છે
કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ 2019માં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવા માટે ઇ-ચલણ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, ટ્રાફિક પોલીસકર્મીઓ અને પરિવહન વિભાગની ટીમો એન્ડ્રોઇડ આધારિત મોબાઇલ એપ્લિકેશન અને વેબ એપ્લિકેશન દ્વારા ઇ-ચલણ મોકલે છે. આ સિસ્ટમના કારણે દંડની રકમ સીધી સંબંધિત સત્તાધિકારીને પહોંચે છે.

ચલણ કપાયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
વાહન માલિકો ઓનલાઈન પોર્ટલ https://echallan.parivahan.gov.in પર જઈને તપાસ કરી શકે છે કે તેમના વાહન સંબંધિત ચલણ જાહેર કરવામાં આવ્યું છે કે નહીં. આ માટે વેબસાઇટ પર જઈને ચેક ચલણ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી સ્ક્રીન પર ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબરના વિકલ્પો દેખાશે. અહીં વાહન નંબરના વિકલ્પ પર ક્લિક કરો અને વિનંતી કરેલી માહિતી ભરો. ત્યાર બાદ Get Detail પર ક્લિક કરો. જો તમારા વાહનનું ચલણ ફાટ્યું હશે તો તેની માહિતી સ્ક્રીન પર દેખાશે. કપાય નહીં તો પણ ખબર પડશે. જણાવી દઈએ કે વાહન અને સારથી ડેટાબેઝ દ્વારા દેશની તમામ સ્થાનિક પરિવહન કચેરીઓ (આરટીઓ)ને તેની સાથે જોડવામાં આવી છે. આ સિસ્ટમમાં ટ્રાફિક પોલીસ એક ક્લિકમાં નિયમ તોડનારાઓનો ઈતિહાસ જાણી શકશે.

ઓનલાઈન ચલણ કેવી રીતે ભરવું?
સૌથી પહેલા https://echallan.parivahan.gov.in પર જાઓ
ચલણ સંબંધિત જરૂરી માહિતી અને કેપ્ચા ભરો.
Get Detail પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે જેના પર તમારી ચલણની માહિતી ખુલશે.
આ માટે ચલણ ઓનલાઈન ભરવાનો વિકલ્પ હશે
વિકલ્પ પર ક્લિક કર્યા પછી ચુકવણી સંબંધિત માહિતી ભરો અને તેની પુષ્ટિ કરો.
તમારું ઇન્વોઇસ ભરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news