12મા માં નાપાસ, કોલેજમાં ગોલ્ડ મેડલ, 22 ની ઉંમરે UPSC પાસ, ગુજરાતના સીનીયર IAS ની કહાની

IAS Story: સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી વિશે બધા એવું કહેતા હોય છેકે, હવે આ ભવિષ્યમાં આગળ કઈ નહીં કરી શકે. પરંતુ લોકોની આ વિચારસરણીને ધરમૂળથી બદલીને ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ સૂરજની જેમ ચમકાવ્યું પોતાનું નામ...

12મા માં નાપાસ, કોલેજમાં ગોલ્ડ મેડલ, 22 ની ઉંમરે UPSC પાસ, ગુજરાતના સીનીયર IAS ની કહાની

UPSC Success Story: જાણો એક એવા અધિકારી વિશે જે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા અને ગુજરાત સરકારમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવે છે... નિષ્ફળતાઓ તમારું ભવિષ્ય બગાડી શકે નહીં. તેમની પાસેથી શીખીને, સાચો રસ્તો પસંદ કરીને તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને, તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ હકીકત દેશના એક મહિલા IAS ઓફિસરની કહાનીથી સાબિત થાય છે.

આ કહાની છે ગુજરાત સરકારના એક સીનીયર આઈએએસ અધિકારીની....જેમણે એક નહીં પરંતુ બે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવા છતાં સાબિત કર્યું કે સાચી દિશામાં સખત મહેનતથી તમે તમારા સુવર્ણ ભવિષ્યની કહાની ખુદ લખી શકો છો. વાંચો ગુજરાત સરકારના સીનિયર મોસ્ટ IAS ઓફિસર ડૉ. અંજુ શર્માના સંઘર્ષથી સફરતા સુધીની શાનદાર સફરની કહાની...

ભૂલો માંથી શીખ્યા પાઠ-
ગુજરાત કેડરના 1991 બેચના IAS અને હાલમાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માની કહાની UPSC ઉમેદવારોને પ્રોત્સાહિત કરે છે. અંજુએ પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. અંજુ 10મા અને 12માની પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં, તેણે નિષ્ફળતાવાળા આ શૈક્ષણિક રેકોર્ડને તેના ભવિષ્યનો પાયો ન બનવા દીધો. તેમણે પોતાની ભૂલોમાંથી શીખીને સફળતાનો નવો અધ્યાય લખ્યો. કોલેજમાં ગોલ્ડ મેડલ મેળવવાથી લઈને આઈએએસ બનવા સુધી તેમણે સખત અને સતત મહેનત કરીને પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું. પોતાની મહેનત અને સમર્પણથી અંજુએ માત્ર 22 વર્ષની ઉંમરે આ દેશની સૌથી મુશ્કેલ અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં સફળતા મેળવી અને યંગેસ્ટ મહિલા આઈએએસ તરીકે જવાબદારી સંભાળી.

આ યાત્રા રાજકોટથી શરૂ થઈ હતી-
IAS ડૉ.અંજુ શર્મા મૂળ રાજસ્થાનના ભરતપુરના છે. તેમણે 1991માં મદદનીશ કલેક્ટર રાજકોટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓમાં કલેક્ટર અને અન્ય મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું. તેઓએ વિશેષ સચિવ, સચિવ, અગ્ર સચિવ અને હવે અધિક મુખ્ય સચિવના પદની જવાબદારી સંભાળી છે.

કોલેજમાં ગોલ્ડ મેડલ મેળવ્યો-
કહેવાય છે કે અંજુ 10માની પ્રી બોર્ડની પરીક્ષામાં નાપાસ થઈ હતી. આ પછી તે 12માં પણ બોર્ડની પરિક્ષામાં અર્થશાસ્ત્રમાં પાસ ન થઈ શકી. આ પછી, અંજૂ શર્માએ અભ્યાસને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું અને પોતાની નબળાઈઓ પર કાબુ મેળવ્યો અને અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનું પરિણામ એ આવ્યું કે તેમણે જયપુરમાં બીએસસી અને એમબીએ ગોલ્ડ મેડલ સાથે પૂર્ણ કર્યું. આ સમય દરમિયાન, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પહેલા જ પ્રયાસમાં તે સફળ રહેયાં. માત્ર 22 વર્ષની ઉંમરે તેઓ યંગેસ્ટ આઈએએસ અધિકારી બની ગયા.

સફળતાનો મંત્ર-
IAS ડૉ. અંજુ કહે છે કે, હંમેશા પોતાની જાત પર ભરોસો રાખો. પડકારને અવસર સમજીને યોગ્ય દિશામાં સખત મહેનત કરો. કોઈ પણ પરીક્ષા માટે છેલ્લી ઘડીની તૈયારી પર નિર્ભર ન રહેવું જોઈએ. કારણ કે, તેમાં રિવિઝનની શક્યતાઓ ઓછી હોવાથી ઘણું જોખમ રહેલું છે. 10મા અને 12માની સફળતાને કારણે તેમણે યોગ્ય વ્યૂહરચના સાથે UPSC માટે અભ્યાસ કર્યો અને IAS બનવામાં સફળ રહ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news