જામનગરમાં જીરું પકવતા ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયો, જાણો શું છે ભાવ

જામનગરના હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ, જામનગર હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે વિવિધ જણસીઓની આવક સાથે હરાજી કરવામાં આવી હતી.

જામનગરમાં જીરું પકવતા ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયો, જાણો શું છે ભાવ

મુસ્તાક દલ/જામનગર: જામનગરના હાપા માર્કેટયાર્ડ ખાતે આજે જીરાના સૌથી ઊંચા અત્યાર સુધીના રેકર્ડબ્રેક એક મણના રૂપિયા 10,225 સુધીના ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

જામનગરના હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ, જામનગર હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે વિવિધ જણસીઓની આવક સાથે હરાજી કરવામાં આવી હતી. જેમાં 132 જેટલા ખેડૂતો પોતાના જીરાની જણસી વહેંચવા હાપા માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને 1800 ગુણીથી પણ વધુની આવક આજે હાપા માર્કેટ યાર્ડમાં જીરાની થઈ છે.

જ્યારે જીરાની જાહેર હરાજીમાં એક મણના રૂપિયા 10,225 સુધીના અત્યાર સુધીના સૌથી ઊંચા રેકર્ડ બ્રેક ભાવ બોલાયા હતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવેલા ખેડૂતને આ ઊંચા ભાવ મળ્યા હતા. જેના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news