1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ સિસ્ટમ
સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.
Trending Photos
Gujarat Cyclone: ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.
આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સર્ક્યુલેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઈ પાકિસ્તાન તરફ ઈન્ટેન્સીફાઈ થશે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને રેડ એલર્ટ અપાયું છે.
ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે 'આશના' વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે.
મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે.
ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
જોકે, સંભાવના એવી પણ છે કે બે દિવસ બાદ તેની અસર ઘટશે. જેને પગલે હાલ આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 વર્ષ બાદ ફરી રીપીટ થઈ શકે છે ઘાતક સિસ્ટમ. દર છ કલાકે 8 થી 10 કિલો મીટર આગળ વધી રહી છે વિનાશક વરસાદની સિસ્ટમ. આવતી કાલથી સાયકલોનિક સિસ્ટમ બનશે વધુ ઝડપી. આવતીકાલથી ગુજરાત તરફ દર છ કલાકે 15થી 20 કિલો મીટરની ઝડપે આગળ વધશે સાયકલોનિક સિસ્ટમ. આજની રાત ભારે છે, આજે બપોરે બે વાગ્યાથી ભારે મુવમેન્ટ શરૂ થઈ છે સિસ્ટમ.
48 વર્ષ બાદ ગુજરાતમાં ઈતિહાસનું પુનરાવર્તન!
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું છે કે, 48 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે ઈતિહાસનું પુનરાવર્તન. 1976માં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું. ફરી એકવાર અરબી સમુદ્રમાં એકટીવ થઈ છે એવી જ સિસ્ટમ. 48 વર્ષ પહેલાં ઠીક 31 ઓગસ્ટ 1976માં અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશનથી બની હતી આવી ઘાતક સાયકલોનિક સરક્યુલેશનની સિસ્ટમ. આ ઘટનાના લગભગ 5 દાયકા બાદ ફરી એકવાર એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે મોટું સંકટ. જી હાં ગુજરાત પર આવી શકે છે વાવાઝોડું. જોકે, હજુ સુધી ગુજરાત પર વાવાઝોડાના સંકટ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
48 વર્ષ બાદ ઠીક એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે વાવાઝોડાનું સંકટ. 31 ઓગસ્ટ 2024માં ગુજરાત પર આવી શકે છે વિનાશક સિસ્ટમ. ફરી એકવાર ગુજરાત પર દોહરાઈ શકે છે વિનાશક વાવાઝોડાનો ઈતિહાસ. સાયકલોન ડિક્લેર કરવામાં આવ્યું નથી. જોકે, ઈતિહાસમાં સૌથી ઓછા આયુષ્યવાળું સાયકલોન હશે. અરબ સાગરમાંથી ભેજ મળ્યો તેના કારણે ગુજરાત પર આવ્યું છે વાવાઝોડાનું સંકટ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે