હાર્દિકના નવાજૂનીના એંધાણ, રાહુલ ગાંધીને કારણે થઈ ગયો કોંગ્રેસથી મોહભંગ
હાર્દિક પટેલ જલ્દી જ પોતાના સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી શકે છે. હાર્દિકના મુદ્દે પાટીદાર આંદોલનના સાથીઓ સાથે બેઠક કરી હાર્દિક જલ્દી જ નિર્ણય લે તેવી સંભાવના છે
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલનો કોંગ્રેસનો મોહભંગ થયો છે. દાહોદમાં આવેલા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલની અવગણના કરી હતી. રાહુલ ગાંધી જેલવાસ મુદ્દે હાર્દિક પટેલનુ નામ લેવામાં ચૂકી ગયા હતા. હાર્દિક પટેલ આંદોલન સમયે જેલમાં ગયા હોવા છતાં તેમનુ નામ ન રાહુલ ગાંધીએ લીધુ ન હતી. જેથી હાર્દિક પટેલ નારાજ થયા હતા. જેથી નારાજ હાર્દિક અગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.
અગામી દિવસોમાં હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. ભાજપમાં યુવા પાટીદાર નેતા થવાના હાર્દિક પટેલને ઈચ્છા છે. હાર્દિક પટેલ મુદ્દે પાટીદાર આંદોલનના સાથીઓ બેઠક કરી શકે છે. આંદોલનના સાથીઓ આ મુદ્દે નિર્ણય લે તેવી સંભાવના છે. તો બીજી તરફ હાર્દિક પટેલ પણ કહી ચૂક્યા છે કે, 'મારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે કિંમત નથી થતી.'
આ પણ વાંચો : જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યો, એન્જિનિયરીંગની નોકરી છોડી ટ્રેકિંગ કર્યું
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક ભાજપમાં જોડાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, હાલ કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલની અવગણના વધી રહી છે, જેથી હાર્દિક પટેલની પણ નારાજગી વધી રહી છે. કોંગ્રેસમાં OBC અને દલિત સમાજના પ્રભુત્વનો હાર્દિક પટેલનો મત છે. તો હાર્દિક પટેલનો કોંગ્રેસ પર વધુ એક આરોપ પણ લગાવ્યો છે અને કહ્યું કે, હું પોલિટિકલ બેકગ્રાઉન્ડથી નથી આવતો, મારો કોઈ ગોડફાધર હોત તો કોંગ્રેસ પાર્ટીમાં મારી કિંમત થાત.
કોંગ્રેસ પક્ષના યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે ત્યારે પાસ નેતા અલ્પેશ કથીરિયાએ હાર્દિક પટેલ વિશે જણાવ્યું કે, વર્તમાન સમયમાં હાર્દિક પટેલની જે નારાજગી ચાલી રહી છે, હાર્દિક પટેલને જે પદ આપવામાં આવ્યું છે તે પદ માટે કોંગ્રેસ તેમને કોઈ કાર્ય આપી શકતું નથી. આથી આ મુદ્દાને નારાજગી હાર્દિક પટેલની ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલની નારાજગી ચાલી રહી છે, ત્યારે તેમના હાઇકમાન્ડ સાથે તેમની વાતચીત ચાલી રહી છે. નારાજગી બાબતે હાલ કોઈ વાતચીત થઈ નથી. આવનારા દિવસોમાં હાર્દિક પટેલ જે કંઈ નિર્ણય લઇ શકશે આ બાબતે પાર્ટી છોડવાની કે પાર્ટી બદલવાની કોઈ વાતચીત થઇ નથી. રાહુલ ગાંધીએ જ્યારે સભામાં જિગ્નેશ મેવાણીની વાત કરી હતી, પરંતુ સ્ટેજ ઉપર ઘણા લોકો હતા આથી હાર્દિકનું નામ ના લઇ શકે. નામ ના લઈ શક્યા, પરંતુ આ મુદાની કોઈ વાત નથી. તેમના હોદ્દા પ્રમાણે તેમને કાર્ય મળ્યું નથી. આથી હોદ્દા માત્ર નામના હોય એવું લાગી રહ્યું છે.
બીજી તરફ, રાહુલ ગાંધીએ દાહોદમાં હાર્દિકનો ઉલ્લેખ ન કરતા નારાજગી પણ સામે આવી હતી. રાહુલ ગાંધીએ દાહોદના સંમેલનમાં જિજ્ઞેશ મેવાણીનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ જિજ્ઞેશનો ઉલ્લેખ કર્યો હતો પણ હાર્દિકનું નામ ન હોતું લીધું. રાહુલના પ્રવાસ બાદ હાર્દિક મુદ્દે રાજકારણ ગરમાયું હતું. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ રાહુલના પ્રવાસ મુદ્દે પ્રહાર કર્યા હતા અને હાર્દિકનો પક્ષ લેતું ટ્વીટ કર્યું હતું. જે બાદ વરૂણ અને ચિરાગ પટેલે યજ્ઞેશ દવેના ટ્વીટનો જવાબ આપી હાર્દિકનું સમર્થન કરતા યજ્ઞેશ દવે પર પ્રહાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે