ઉપવાસમાં 13 કિલો વજન ઘટ્યા બાદ અહીં સારવાર લઈ રહ્યો છે પાટીદાર નેતા હાર્દિક

19 દિવસના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલ પોતાની કથળેલી તબિયતના સુધારા માટે બેગલુરુના જિંદલ નેચર ક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યો છે. 

ઉપવાસમાં 13 કિલો વજન ઘટ્યા બાદ અહીં સારવાર લઈ રહ્યો છે પાટીદાર નેતા હાર્દિક

બેંગલુરુ : પાટીદાર નેતા હાર્દિક પટેલનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ખાસ કનેક્શન નીકળ્યું છે. અરવિંદ કેજરીવાલની ખાંસી અને તેની ટ્રીટમેન્ટની તસવીરો અને વીડિયો તો તમે જોયા જ હશે. અરવિંદ કેજરીવાલે પોતાની ખાંસીની તકલીફ દૂર કરવા માટે જે સ્થળે ખાસ ટ્રીટમેન્ટ લીધી હતી, ત્યાં જ હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ ટ્રીટમેન્ટ માટે પહોંચી ગયા છે. 19 દિવસના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલ પોતાની કથળેલી તબિયતના સુધારા માટે બેગલુરુના જિંદલ નેચર ક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યો છે. 

ખેડૂતોને વ્યાજ માફી અને પાટીદારોને આરક્ષણ અપાવવા માટે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી ઉપવાસ આંદોલન પર બેસ્યો હતો. જ્યાં તેનું વજન 13 કિલો જેટલું ઘટી ગયું હતું. ઉપવાસ દરમિયાન હાર્દિકની હેલ્થમાં પણ ઘણો બદલાવ આવ્યો હતો. જેને કારણે તે બેંગલુરુના જિંદલ નેચર ક્યોરમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહેલ હાર્દિક પટેલની તસવીરો તથા વીડિયો બહાર આવ્યા છે. તેમજ તે ઝડપથી વાઈરલ પણ થઈ રહ્યાં છે. એક વીડિયોમાં હાર્દિક જોગિંગ કરતો દેખાઈ રહ્યો છે. 

— Hardik Patel (@HardikPatel_) September 19, 2018

ઈન્સ્ટિટ્યૂટના વડા કે.કે.ઘોષે હાર્દિકની ટ્રીટમેન્ટ વિશે જણાવ્યું કે, હાર્દિક અહીં 10 દિવસ સુધી સારવાર લેશે. અમે તેને 10 દિવસ સુધી કોઈ પણ રાજનીતિક બેઠક કે ચર્ચાથી દૂર રહેવાની સલાહ આપી છે. જેના વિશે તેને પહેલેથી જ જાણ કરી દેવામાં આવી હતી. હાર્દિકે અહીં બે સુપર ડિલક્સ સ્યૂટ બૂક કરાવ્યા છે, જેમાં તેની સાથે બીજા ત્રણ સહાયક પણ અહીં રહ્યાં છે. 

A post shared by Hardik Patel (@hardikpatel.official) on

હાર્દિકે ટ્વિટ કરી
હાર્દિકે પોતાની એક તસવીર ટ્વિટ કરીને તેની નીચે લખ્યું છે કે, ભગવત ગીતા કહે છે કે, યોગા એ તમારી પોતાની સાથેની જ એક મુસાફરી છે. તેના અનેક લેયર્સ છે, અને અંતે એક લેવલ પર આવીને આ મુસાફરી પૂરી થાય છે. 

અરવિંદ કેજરીવાલે ટ્રીટમેન્ટ લીધી હતી 
ઉલ્લેખનીય છે કે, જિંદલ નેચર ક્યોર ઈન્સ્ટિટ્યૂટ એ જ સંસ્થા છે, જ્યાં વર્ષ 2016માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાના ખાંસીની ટ્રીટમેન્ટ કરાવી હતી. તેમણે કુલ 12 દિવસ અહીં રહીને સારવાર લીધી હતી. અરવિંદ કેજરીવાલ હંમેશા દરેક સારવાર લેવા માટે નેચર ક્યોર સેન્ટર જવાનું જ પસંદ કરે છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news