નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, 2024ને આપી વિદાય
ગુજરાતીઓએ પણ નવા વર્ષ 2025નું જોરદાર રીતે સ્વાગત કર્યું છે. નવા વર્ષના સ્વાગત માટે અનેક જગ્યાએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ ડીજેના તાલ અને આતાશબાજી સાથે નવા વર્ષના વધામણા કર્યાં છે.
Trending Photos
અમદાવાદઃ વર્ષ 2024ને અલવિદા કહી દેવામાં આવ્યું છે અને નવા વર્ષ 2025ના વધામણા થઈ ગયા છે. ગુજરાતીઓએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. રાજ્યભરમાં અનેક ક્લબો, પાર્ટીપ્લોટોમાં ડીજેનું આયોજન કર્યું હતું. યુવાધનોએ ડાન્સ, મોજ-મસ્તી સાથે નવા વર્ષનું વેલકમ કર્યું છે. બીજીતરફ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને રસ્તાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
નવા વર્ષનું આગમન
રાજ્યના મહાનગરોમાં નવા વર્ષનું સ્વાગત કરવા માટે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓના આયોજન થયા હતા. પાર્ટીઓમાં યુવાનોએ વિવિધ સોન્ગ પર ઠુમકા લગાવ્યા હતા. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં અનેક જગ્યાએ નવા વર્ષના વધામણા કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
— Zee 24 Kalak (@Zee24Kalak) December 31, 2024
નવા વર્ષ 2025ની શરૂઆત થઈછે. 2024ના વર્ષને બાય બાય અને નવા વર્ષ 2025ને સૌ કોઈએ ઉત્સાહથી આવકાર્યું. યુવા વર્ગમાં એક અલગ જ થનગનાટ જોવા મળ્યો. રાજ્યમાં પાર્ટીઓ અને ઉજવણી થઈ. યુવા વર્ગમાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો...એક તરફ યુવા વર્ગે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી તો ગુજરાતના મહાનગરોમાં નસાખોર અને દૂષણ ફેલાવતા લોકોને ઝડપવા પોલીસે પણ ખાસ તૈયારીઓ કરી હતી.
નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસે ફૂલપ્રુફ એક્સન બનાવ્યો હતો. દરેક ચાર રસ્તા પર ચેકિંગ કરવામાં આવ્યુ, વાહન ચાલકોને રોકીને દારૂ પીધો છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું...વાહનચાલકો પાસેથી તમામ કાગળો માગવામાં આવ્યા, ગાડીઓની તપાસ કરવામાં આવી....
નવા વર્ષે આવકારવા માટે યુવાનોમાં થનગનાટ, રાજ્યભરમાં ઉજવણી, પોલીસ તંત્ર સજ્જ#NewYear #NewYear2025 #Gujarat #LIVE pic.twitter.com/wNEFL95GRu
— Zee 24 Kalak (@Zee24Kalak) December 31, 2024
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અલગ અલગ સ્થળે નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ પાર્ટીઓ પર પોલીસ બાજ નજર રાખી હતી. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની મહિલા ટીમ સાદા કપડામાં તૈનાત હતી.
2024ની વિદાય થઈ ગઈ છે અને નવા વર્ષ 2025નો પ્રારંભ થઈ ગયો છે.. ત્યારે આ નવા વર્ષની ઝી 24 કલાક તરફથી સૌને શુભેચ્છાઓ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે