Gujarat News: અમદાવાદમાં બહુ જલદી આ રૂટ પર દોડશે AC ડબલડેકર બસ, પ્રથમ બસ આવી પહોંચી

અમદાવાદીઓ...હવે ડબલડેકર બસમાં મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાઓ. બહુ જલદી અમદાવાદના રસ્તાઓ પર એસી ડબલડેકર બસ દોડતી થઈ જશે. જે રીતે ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલી છે બરાબર તેવી જ બસ AMTS માટે પણ શરૂ થઈ રહી છે.

Gujarat News: અમદાવાદમાં બહુ જલદી આ રૂટ પર દોડશે AC ડબલડેકર બસ, પ્રથમ બસ આવી પહોંચી

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદીઓ...હવે ડબલડેકર બસમાં મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાઓ. બહુ જલદી અમદાવાદના રસ્તાઓ પર એસી ડબલડેકર બસ દોડતી થઈ જશે. જે રીતે ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલી છે બરાબર તેવી જ બસ AMTS માટે પણ શરૂ થઈ રહી છે. આવી જ પહેલવહેલી ડબલડેકર બસ અમદાવાદમાં પહોંચી પણ ગઈ છે. 

પ્રથમ બસ અમદાવાદ પહોંચી
અમદાવાદના રસ્તાઓ  પર AC ડબલડેકર ઇલેક્ટ્રિક બસ દોડશે. RTOની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદના રસ્તાઓ પર આ રૂપકડી બસો દોડતી થઈ જશે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ RTO સુધી આ બસ દોડશે. 

તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડબલ ડેકર બસની અંદર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પણ રહેશે. નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) એ વર્ષ 1990માં ડબલ ડેકર બસ સેવા બંધ કરી હતી અને હવે લગભગ 33 વર્ષ બાદ અમદાવાદમાં આ સેવા શરૂ થવા જઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news