ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Rajkot Ponzi Scheme Scam Alert: રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ આવ્યું સામે.. બ્લોકઆરા કંપનીએ 300 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો દાવો... લોકો પાસેથી સવા 4 લાખ રૂપિયા લઈને દરરોજ 4 હજાર આપવાની લાલચ આપતા... 8 હજાર લોકોના નાણા ફસાયા હોવાનો દાવો
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : બી.ઝેડ. જેવું જ પોન્ઝી સ્કીમ કૌભાંડ રાજકોટમાં બહાર આવ્યું છે. બ્લોકઆરા કંપની ઊભી કરી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રાજકોટના 40 જેટલા રોકાણકારો સહિત ગુજરાતના 8000 જેટલા રોકાણકારો પાસેથી 300 કરોડ રૂપિયા ઉસેટી સંચાલકો ફરાર થઈ ગયા છે. આ અંગે ભોગ બનનારા રાજકોટના વેપારીઓ સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરવામાં આવી છે.
- BZ જેવું જ રાજકોટમાં પોન્ઝી કૌભાંડ..
- ગુજરાતમાં 8000 લોકો સાથે 300 કરોડનું કૌભાંડ..
- ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી કર્યું ઉઠમણું..
- પોલીસ કમિશ્નરમાં અરજી..
ગુજરાતભરમાં રોકાણકારોને રૂ. 4.25 લાખનું રોકાણ કરી તેની સામે દરરોજના 4000 રૂપિયાના વળતરની લાલચ આપી બ્લોક ઓરા કંપની દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કંપનીના ફાઉન્ડર અને ભાગીદારોએ ટી.એ.બી.સી. નામની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી. છેલ્લા બે વર્ષમાં 300 કરોડ રૂપિયા ઉઘરાવીને પછી આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ મામલે રાજકોટના રોકાણકારો પોલીસ કમિશ્નરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. જેમાં બ્લોકઆરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, તેના ભાગીદાર નિતિન જગત્યાની, સૌરાષ્ટ્રના મુળ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્સુદ સૈયદનું નામ આપ્યું છે.
પોલીસ કમિશ્નરને આપેલી ફરિયાદમાં જણાવાયા, ટોળકીએ લીંબડીમાં જ્ઞાતિનું સંમેલન બોલાવ્યું હતું. જ્યાં લોન્ચ કરેલી ક્રિપ્ટો કરન્સી ટી.એ.બી.સી.માં રૂ.4.25 લાખનું રોકાણકરો તો દરરોજના રૂ. 4000નું વળતર મળશે, તેવી લાલચ આપી હતી. આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ ભવિષ્યમાં 300 ડોલર સુધી પહોંચી જશે અને કરોડો રૂપિયાનો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેમાં રાજકોટના રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સાથે આ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને આઈડી વેચી અને વળતર મેળવી શકશો તેવી લાલચ આપી હતી. ઉપરાંત અન્ય રોકાણકારોને ઝાળમાં ફસાવવા હોટલમાં મીટીંગ બોલાવવામાં આવી હતી અને મોબાઈલમાં ઝુમ મીટીંગ દ્વારા મુંબઈની સહારા હોટલ તેમજ અન્ય ફાઈવસ્ટાર હોટલમાં મીટીંગનો વીડિયો દેખાડયો હતો
કેવી રીતે કૌભાંડ આચર્યું ?
બ્લોકઓરા કંપનીના સંચાલકોએ આશરે બે વર્ષ સુધી રોકાણકારોને કોઈ વળતર નહીં આપતા આ કંપનીના ફાઉન્ડર ફિરોઝ તેમજ બાગીદાર નિતિન તથા સૌરાષ્ટ્રના હેડ અમિત અને અઝરૂદિન તેમજ મક્સુદનો સંપર્ક કર્યો હતો. ત્યારે તે લોકોએ ટુંક સમયમાં જ આ કરન્સી કોઈન રૂપે લોન્ચ થશે અને વળતર મળશે તેવી બાહેધરી પણ આપી હતી. જો કે રોકાણકારોએ પોતે રોકેલી રકમ ઉપડી શકતી ન હતી. જો કે સંચાલકોનએ હાથ ઉંચા કરી દીધા હતા
રાજકોટના આ 40 જેટલા રોકાણકારોએ તપાસ કરતા આ ટોળકી ગુજરાતમાં 8000 જેટલા રોકાણકારોને ફસાવીને રૂ.300 કરોડ ઉઘરાવીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસમાં ગુનો નોંધાયો છે. હવે રાજકોટ અને સૌરાષ્ટ્રના રોકાણકારોએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ગુનો નોંધવા રજૂઆત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે