નર્મદાના ધસમસતા પ્રવાહમાં તલકેશ્વર મહાદેવની જળ સમાધિ, લાઈવ દ્રશ્યો જુઓ

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ વચ્ચે નર્મદા નદી ઘાતક બની રહી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં સમાયા છે, જેથી એલર્ટ આપવામા આવ્યુ છે. આવામાં નર્મદાના રાજપીપળા ખાતે કરજણ નદીમાં ગઈકાલે પાણી છોડાયું હતું. આ પાણીના વહેણમાં રાજપીપળા ખાતે આવેલ તલકેશ્વર મહાદેવનું મંદિર તણાયું હતું. 
નર્મદાના ધસમસતા પ્રવાહમાં તલકેશ્વર મહાદેવની જળ સમાધિ, લાઈવ દ્રશ્યો જુઓ

જયેશ દોશી/નર્મદા :ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ વચ્ચે નર્મદા નદી ઘાતક બની રહી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં સમાયા છે, જેથી એલર્ટ આપવામા આવ્યુ છે. આવામાં નર્મદાના રાજપીપળા ખાતે કરજણ નદીમાં ગઈકાલે પાણી છોડાયું હતું. આ પાણીના વહેણમાં રાજપીપળા ખાતે આવેલ તલકેશ્વર મહાદેવનું મંદિર તણાયું હતું. 

રાજપીપળા પાસે નર્મદા નદીનો પ્રવાહ અચાનક વધી જતા કાંઠે આવેલુ તલકેશ્વર મહાદેવના મંદિરે જળ સમાધિ લીધી હતી. આ મંદિરના પાણીમાં તણાવાના દ્રષ્યો કેમેરામાં કેદ થયા હતા. જે ભયાવહ બની રહ્યા હતા. લોકોની નજર સામે મંદિર પાણીમાં તૂટીને ગરકાવ થયું હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 12, 2022

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નર્મદા જિલ્લાના કરજણ નદીના પટ પર રાજપીપળા સ્મશાન ઘાટ નજીક એક સાથે ૨૧ વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા હતા અને રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની માંગણી કરાઈ હતી. જો કે વહીવટી તંત્રએ સમય સૂચકતા દાખવીને એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમોની મદદ લઈને ફસાયેલા તમામ લોકોને શૌર્ય અને વીરતા દાખવીને બચાવી લેવાયા છે. આ માટે સમગ્ર ટીમને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news