તંત્ર દ્વારા ગરમી માટે શું વ્યવસ્થા કરાઈ છે? જાણો ગરમીથી બચવા શું કાળજી રાખવી જોઈએ

Gujarat Weather Updates: ગરમીના આધારે વિવિધ પ્રકારના એલર્ટ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીન અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

તંત્ર દ્વારા ગરમી માટે શું વ્યવસ્થા કરાઈ છે? જાણો ગરમીથી બચવા શું કાળજી રાખવી જોઈએ

Gujarat Weather Updates/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર મનપા દ્વારા પણ ગરમીને પગલે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એ જાણીએ કે ગરમીને પગલે તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા શું કરવું જોઈએ એ પણ જાણીએ...

લોકો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી?
હવામાન વિભાગે નાગરિકોએ શું કાળજી રાખવી એની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. બીજી બાજુ, AMCના તમામ અર્બન હેલ્થ સેન્ટર સહિત અન્ય સ્થળોએ ORS પેકેટની વ્યવસ્થા કરાઈ છે. એસીવાળા વરાવરણમાંથી સીધા બહાર જનારા લોકો માટે હિટ સ્ટ્રોકનો ખતરો વધારે હોય છે. જેથી અતિશય માથું દુખવું, શરીરમાં કળતર, ઝાડા થવા અને ચક્કર આવવા એ હિટ સ્ટ્રોકના લક્ષણો છે.

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીન અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેનું પાલન કરવા અપીલ  પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી કેર વર્તાવશે. હવામાન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદમાં આગામી 5 દિવસ ખુબ જ ભારે રહેવાના છે. ઓરેન્જ એલર્ટ જાહેર થતાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરાઈ છે. 10 અને 11 તારીખે મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે. 

ગરમીથી બચવા શું ન કરવું?
બપોરે કામ વગર બહાર ના નીકળવું
સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવું
શરીર ઠંડું રહે તેવા કપડા પહેરવા
AMCના અર્બન હેલ્થ સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી
ACમાંથી સીધા બહાર જવાથી હીટ સ્ટ્રોકનો ખતરો છે

હીટસ્ટ્રોકના પ્રાથમિક લક્ષણો:
ગરમીની અળાઈઓ નીકળવી
પરસેવો વધારે થવો અને અશક્તિ લાગવી
માથાનો દુખાવો, ચક્કર આવવા
ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ લાગવી
ઉબકા તેમજ ઊલટી થવી

ઠંડા પીણાંનો કરવો જોઈએ ઉપયોગ-
ઓરેન્જ એલર્ટથી બચવા માટેના કેટલાક ઉપાયો વિશે વાત કરીએ તો આ દિવસોમાં લોકોએ વધુ પ્રમાણામં પ્રવાહી, છાશ, શેરડીનો રસ જેવા પ્રવાહી પીણાંનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગરમીના કારણે શરીરમાં થતાં ડિહાઈડ્રેશન સામે રક્ષણ મળશે. લાંબો સમય તડકામાં નહીં રહેવું જોઈએ તેવી ભલામણ પણ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ દિવસોમાં હળવા રંગના કપડા પહેરવાની સલાહ પણ અપાઈ છે. 

ગરમીથી બચવા શું કાળજી રાખવી?
આગામી પાંચ દિવસમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. જેમાં 10 અને 11 મેના રોજ મહત્તમ તાપમાન રહી શકે છે. ગરમીને પગલે AMC હેલ્થ વિભાગ દ્વારા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. બપોરના સમયે અગત્યના કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ન આવવા પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. બને ત્યાં સુધી સમગ્ર શરીર ઢંકાયેલું રહે એ મુજબના કપડાં પહેરવા સૂચન પણ આપવામાં આવ્યું છે.

કાળઝાળ ગરમી અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં:

  • તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને અપાઈ સૂચના
  • હીટવેવ સામે રક્ષણ માટે એડવાઈઝરી મોકલાઈ
  • અત્યારસુધી 149 હીટસ્ટ્રોકના કેસ નોંધાયા
  • લૂ લાગવી, હીટ સ્ટ્રોક અંગે કામ કરવા એડવાઈઝરી
  • જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના અપાઈ
  • ગરમીથી બચવા માટે સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, વારંવાર પાણી પીવું અને કામ વગર બપોરે બહાર ના નીકળવું
  • હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC, PHC સેન્ટ્ર પર અપાશે માર્ગદર્શન

એક તરફ ગરમીથી બચવા માટે કોર્પોરેશન એડવાઈઝરી બહાર પાડી છે તો બીજી તરફ ગરમીથી લોકોને તકલીફોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીના કારણે ડ્રાય આઈઝીની સમસ્યા લોકોમાં વધી રહી છે. આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં કઈક ખુંચવાનો અહેસાસ થવો, આંખોમાં બળતર, આંખો લાલ થવી. આ તમામ લક્ષણો ડ્રાય આઈઝના છે. જે ગરમીના કારણે થાય છે. ગરમીની અસર ટ્રાફિકમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આખો દિવસ અને રાત્રે પણ ધમધમતા ગુજરાત કોલેજ તરફના વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા માટે કોર્પોરેશને ORSનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે સાથે જ BRTS બસ સ્ટેન્ડ પર પણ વિના મુલ્યે ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news