સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને, જાણો શું છે સમગ્ર મામલો
કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે.
Trending Photos
આશ્કા જાની, અમદાવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ના નામે જગવિખ્યાત હનુમાનજીને સ્વામીના દાસ ગણાવાતાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર મંદિર વિવાદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ સામે આવ્યો હતો. જેમાં હવે અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છેકે, VHP ના આગેવાનો આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળશે. વિશ્વ હિન્દૂ પરિષદ હિંદુઓની લાગણીની સાથે રહશે.
વીએસપીના મહામંત્રી અશોક રાવલે જણાવ્યુંકે, અમે તમામને સાથે લઈને ચાલીએ છીએ. ભગવાન રામ ત્રેતા યુગ માં થયા હનુમાનજી પણ ત્રેતા યુગમાં હતા. સ્વામિનારાયણ ભગવાન 300 વર્ષ પહેલા થયા. VHP એ વડતાલ મુખ્ય મંદિર સાથે વાતચીત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક જ્ઞાની સંતો છે. અભણ માણસોને ભેગા રાખવા સેહલા છે પણ જ્ઞાની ને સાથે રાખવા અઘરા.
સાળંગપુર મંદિરમાં વિવાદ શું છે?
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે. કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. વાયરલ થઇ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર વિવાદ વકર્યો છે.
કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે. આ મામલો સતત તુલ પકડી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેય મંદિરો બાબતે વિવાદો થયા નથી કારણ કે મંદિર સાથે તો ગુજરાતીઓની આસ્થા જોડાયેલી હોય છે પણ હાલમાં ગુજરાતના 2 પ્રખ્યાત મંદિરો વિવાદમાં સપડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે