સુરતમાં PM મોદીનું શાનદાર સ્વાગત, આજે ડાયમંડનગરીને પ્રધાનમંત્રીએ આપી બે મોટી ભેટ
આજે એક સાથે એક જ દિવસમાં સુરતને મળી બે મોટી ભેટ. પ્રધાનમંત્રી મોદીના હસ્તે સુરતને આપવામાં આવી અત્યાર સુધીની સૌથી મોટી ભેટ. આ ભેટથી બદલાઈ જશે સુરત શહેરની સુરત.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીનું આજે સવારે સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યું. અને ભવ્ય રોડ શો યોજી અન્ય સ્થળે પહોંચ્યાં. જ્યાં પીએમ મોદીએ સુરતમાં તૈયાર કરાયેલ દેશના સૌથી મોટા ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. પીએમ મોદીએ આજે એક જ દિવસમાં એક સાથે સુરતને બે મોટી ભેટ આપી.
2500 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ડાયમંડ બુર્સનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ડાયમંડ બુર્સને કારણે હીરાના વેપારને વેગ મળશે અને ફરી એકવાર સુરતના હીરા સાતસમુંદર પાર દુનિયાના ફલક પર ચમકશે. જેને કારણે સુરતની સુરત બદલાઈ જશે.
સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા અને દાગીનાના વેપાર માટે દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. અહીં કાચા અને પોલીશ કરાયેલા હીરાની સાથે સાથે દાગીનાના વેપારનું પણ એક વૈશ્વિક કેન્દ્ર હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુનિયાના સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટ પર એક નવા એકીકૃત ટર્મિનલ ભવનનું પણ ઉદ્ધાટન કરશે. 3400 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એક જમીન પર બનેલું સુરત ડાયમંડ બુર્સ કાચા અને પોલીશ કરાયેલા હીરાના કારોબારનું એક વૈશ્વિક કેન્દ્ર બનવા માટે તૈયાર છે.
અસલમાં સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા અને દાગીનાના કારોબાર માટે દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. અહીં કાચા અને પોલીશ કરાયેલા હીરાની સાથે સાથે દાગીનાના વેપારનું એક વૈશ્વિક કેન્દ્ર હશે. આયાત અને નિકાસ માટે એક્સચેન્જમાં અત્યાધુનિક 'કસ્ટમ ક્લિયરન્સ હાઉસ' સામેલ હશે. તેમાં રીટેલ દાગીના વેપાર માટે આભૂષણ મોલ, આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વોલ્ટની સુવિધા હશે.
સુરત એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણઃ
એરકનેક્ટીવીટી વધારવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રિય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો. સાથે જ એરપોર્ટ પર અત્યાધુનિક સુવિધાઓ મુકવામાં આવી. સપ્તાહમાં અહીં 270 જેટલી પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. નવનિર્મત ટર્મિનલ બિલ્ડિંગને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે