ભુજમાં RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીનો ધમધમાટ, આજે CM સાથે મોહન ભાગવતની બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે આજે થશે મહત્ત્વની બેઠક. ભુજ ખાતે આ બેઠક મળવાની છે. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અલગ અલગ તર્કવિતર્ક વહેતા થયાં.

ભુજમાં RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીનો ધમધમાટ, આજે CM સાથે મોહન ભાગવતની બેઠક

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભુજમાં આર.એસ.એસ.ની તા. પાંચથી સાત દરમિયાન ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીના આયોજનનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવતીકાલ શુક્રવારનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૧૧.૨૦ કલાકે ભુજ આવી પહોંચશે અને અને તેઓ સંઘના વડા મોહન ભાગવત સહિતના અગ્રણીઓ સાથે બેઠકમાં કચ્છના સરહદિય ગામોની સ્થિતિ તેમજ અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દે ચર્ચા કર્યા બાદ ૧.૪૦ કલાકે ગાંધીનગર જવા પરત રવાના થશે.

ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો છે ધમમાટ વર્તાઈ રહ્યો છે. આ બેઠકમાં આર.એસ.એસ.ના વડા સરસંઘસંચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે, સર સહકાર્યવાહ અરૂગ્રકુમાર, સી ભૈયાજી જોશી, સુનીલ આંબેકર સહિતના સંઘના અગ્રણીઓ સહિત દેશના તમામ ૪૪ પ્રાંતમાંથી સંઘના ૪૦૦ જેટલા ક્ષેત્રીય આગેવાનો ભુજ આવી પહોંચ્યા છે. 

ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ જેટલા સ્વયંસેવકોને અરુણકુમારજી સંબોધન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ ભુજ ખાતે આવીને સંઘના વડા મોહન ભાગવત સહિતના આગેવાનો સાથે બેઠક કરીને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપશે. મુખ્યમંત્રી અને સંઘના વડાની બેઠક સૂચક માનવામાં આવી રહી . સંઘના વડાઓની ભુજ ખાતેની બેઠકને લઈ તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news