પોશવિસ્તારની મહિલાઓનું પોત પ્રકાશ્યું! મમ્મીની બેનપણીઓએ બકાબકા કરી સગીર સાથે કર્યું ગંદુકામ!
અમદાવાદના પોશ વિસ્તારની ઘટના! નાનપણમાં જે આંટીઓ જોડે રમાવા જતો હતો, 'મોન્ટુ' મોટો થતાં એ આંટીઓ જ તેની સાથે રમત રમી ગઈ! ગુજરાત પોલીસના ચોપડે નોંધાયો આ પ્રકારનો પ્રથમ વિચિત્ર કિસ્સો...(ઓળખ છુપાવવા માટે મોન્ટુ આપ્યું છે.)
Trending Photos
- અમદાવાદના મેમનગરની મહિલાઓનું કૃત્યઃ સગીરે પિતાને જાણ કરતા મામલો બહાર આવ્યો
- પ્રથમ કિસ્સોઃ મિત્રના સગીર પુત્ર સાથે અભદ્ર છેડછાડ કરનાર બે મહિલા પર પોક્સોનો ગુનો
- 'બંને આન્ટી મારા કપડા કાઢીને ગુપ્તભાગે શારીરિક અડપલા કરતી હતી'
- 'મમ્મીની બેનપણીઓ ધમકી આપતી હતીકે, તુ કોઈને કહીશ તો તારો વીડિયો વાયરલ કરીશું'
- પીડિતના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બન્ને મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી
ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે સંબંધો અને તેની પરિભાષા પણ જાણે બદલાઈ ગઈ છે. કોસ્મોપોલિટન કલ્ચરમાં છુટછાટના નામે સ્વચ્છંદતા આવી ગઈ છે. ઉંચા ઉંમરાની મહિલાઓના ઉંચા શોખ હવે સંબંધોને લાંછન લગાવી રહ્યાં છે. આ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારનો. જ્યાં મમ્મીની બે બેનપણીઓ બકાબકા કરીને સગીર સાથે ગંદુકામ કરવા લાગી. આ ઘટનાની જાણ કિશોરના પિતાને થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી અને મામલો સામે આવ્યો.આવા તો અનેક કિસ્સાઓ સામે આવી જ નથી શકતા અને અનેક વખત આવી રીતે અસંખ્ય સગીરોનું શોષણ થઈ જાય છે.
અમદાવાદના વૈભવશાળી વસ્ત્રાપુર વિસ્તારની ઘટનાઃ
આ ઘટના છે અમદાવાદના પોશ વિસ્તારની...આ ઘટના છે અમદાવાદના વૈભવશાળી વસ્ત્રાપુર વિસ્તારની. વસ્ત્રાપુરમાં રહેતા એક વેપારીના ૧૬ વર્ષીય દિકરા સાથે તેની માતાની બે બહેનપણીઓએ ગૃપ્તભાગે અડપલા કર્યા હોવાનો કિસ્સો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. અડપલા કરનારી બન્ને મહિલાઓએ સગીરને ધમકી આપી હતી કે, જો તુ કોઈને કહીશ તો તારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશુ. જેથી સગીરે ગભરાઈ જતા તેના પિતાને જાણ કરી હતી. આ અંગે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બન્ને મહિલાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં ૪૯ વર્ષીય વેપારી
તેમના સંતાનો સાથે રહે છે. તેઓ એક્ઝોટિક પક્ષીઓ ઘરે રાખતા હોવાથી તેમની પત્ની સાથે મેમનગર વિસ્તારમાં સુમિતા નામની મહિલાના ઘરે પક્ષીઓના દાણા લેવા માટે જતા હતા. જેને લઈને પરિચય થયો હતો. થોડા મહિનાઓ બાદ વેપારીને પત્ની સાથે મનમેળ ન આવતા બન્ને બાળકોને ઘરે મુકીને પત્ની બીજી જગ્યાએ રહેવા માટે જતી રહી હતી. જે બાદ વેપારી સામે તેમની પત્નીએ ઘરેલુ હિંસાનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો જે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે. ગત, ૩૧ મે ૨૦૨૨એ વેપારીએ તેમના ૧૬ વર્ષીય સગીરને કહ્યું કે, તારી મમ્મીએ ફેમિલી કોર્ટમાં કેસ કરીને તારી કસ્ટડી માંગી છે.
જો કોર્ટ હુકમ કરશે તો તારે તારી મમ્મી સાથે રહેવા જવું પડશે. આ સાંભળીને સગીર ઉદાસ થઈ ગયો હતો. જે બાદ વેપારી પોતાના કામ અર્થે ઓફિસે ગયા હતા ત્યારે મોબાઈલ પર દીકરાએ એક વીડિયો મોકલીને જાણ કરી હતી કે મારે મમ્મી સાથે નથી જવું. કેમ કે, એ જ્યાં રહે છે બંને આન્ટીએ મારા કપડા કાઢીને ગુપ્તભાગે શારીરિક અડપલા કર્યા હતા અને ધમકી આપતા કે, જો તુ કોઈને કહીશ તો તારો વીડિયો સોશિયલ મીડિયા અને સ્કૂલ ગ્રૂપમાં વાઈરલ કરી દઈશુ. આ અંગે બંને મહિલા સામે પોક્સોની ફરિયાદ નોંધાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે