ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને તેમના સમર્થકો માટે મોટી ખુશખબર! મળી ગઈ મોટી રાહત
જીગ્નેશ મેવાણી ટ્રેનના એન્જિન ઉપર ચઢી ગયા હતા. જ્યારે કેટલાક લોકો ટ્રેનના પાટા ઉપર બેઠા હતા અને કેટલાક લોકો રીતસરના પાટા પર ઊંઘી ગયા હતા. લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જાણો આ કેસમાં આગળ શું થયું....
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણાતા જિજ્ઞેશ મેવાણીને એક કેસમાં મોટી રાહત મળી છે. દલિત નેતા ગણાતા જિજ્ઞેશ મેવાણી હાલમાં વડગામથી ધારાસભ્ય છે. વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં દલિત સમાજની માંગણીઓને લઈને જીગ્નેશ મેવાણી સહિત અન્ય લોકો અમદાવાદ રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયા હતાં. જેમને પ્લેટફોર્મ નંબર 10 પાસે અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સ્પ્રેસને રોકી હતી. આ પ્રકરણમાં તેમની સામે ફરિયાદ થઈ હતી. આ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 31 લોકોને કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો હૂકમ કર્યો છે.
આ સમયે ભારે હંગામો મચી ગયો હતો. જીગ્નેશ મેવાણી ટ્રેનના એન્જિન ઉપર ચઢી ગયા હતા. જ્યારે કેટલાક લોકો ટ્રેનના પાટા ઉપર બેઠા હતા અને કેટલાક લોકો રીતસરના પાટા પર ઊંઘી ગયા હતા. લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વર્ષ ૨૦૧૭ના રાજધાની એક્સપ્રેસ રોકવા અંગેના ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ચાલી રહેલા ચકચારભર્યા કેસમાં અત્રેની મેટ્રોપોલીટન કોર્ટે પુરાવાના અભાવે મેવાણી સહિત તમામ ૩૦ લોકોને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો જાહેર કર્યો છે.
બીજીબાજુ, હવે સરકારપક્ષ દ્વારા મેવાણી સહિતના આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરાય તેવી પણ શકયતા છે. જીગ્નેશ મેવાણી 'ગાડી આગે નહીં ચલેગી' સૂત્ર પોકારતા હતા. લગભગ 20 મિનિટ જેટલો સમય ગાડી અમદાવાદ સ્ટેશને રોકાઈ હતી અને બાદમાં દિલ્હી જવા રવાના થઈ હતી. આમ આ કેસમાં અમદાવાદ રેલવે પોલીસ મથકે ઉપરોક્ત બનાવ સંદર્ભે જીગ્નેશ મેવાણી સહિત કુલ 31 લોકો સામે IPCની કલમ 143, 147, 149, 120B, 332 અને રેલવે એક્ટની કલમ 153 મુજબ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં તપાસના અંતે રેલવે પોલીસે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. ફરિયાદ મુજબ જીગ્નેશ મેવાણી સહિતના લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને રાજધાની રેલવેના એન્જીન ઉપર ચઢીને તેમજ પાટા ઉપર ઊંઘીને દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ રોકી હતી. આ કેસમાં હવે ચૂકાદો આવી ગયો છે અને મેવાણીને રાહત મળી છે. આ કેસમાં 31 લોકોને નિર્દોષ છોડી મૂકાયા છે. 2017થી આ કેસ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે