વડોદરાની ઘટના બાદ ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ
વડોદરાની ઘટના બાદ ગૃહવિભાગ આકરા પાણીએ! હર્ષ સંઘવીએ રાતના 12 વાગ્યા પહેલા હુમલાખોરોને પકડવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં પથ્થરમારાની ઘટના પહેલા ગૃહવિભાગ એક્શનમાં આવી ગયું છે.
Trending Photos
હાર્દિક દિક્ષીત/વડોદરા: ગુજરાતમાં રામનવમીએ શાંતિ ડહોળાઈ છે. વડોદરામાં રામનવમીએ 3-3 વાર પથ્થરમારો કરાયો છે. રાજ્યમાં રામનવમીની શાંતિથી શોભાયાત્રા ચાલી રહી હતી. આ સમયે જ પથ્થરમારાથી વડોદરાની શાંતિ હણાઈ ગઈ છે. ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે. પોલીસે મામલો સંભાળી હાલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે પણ ગુજરાતમાં રામનવમીએ આ ઘટનાને સીધા સવાલો ઉભા કર્યા છે. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસ કમિશ્નરનો પણ આબાદ બચાવ થયો છે. વડોદરાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.
વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન ફરી પથ્થરમારો, જુઓ ZEE 24 Kalak નો EXCLUSIVE અહેવાલ #BreakingNews #Vadodara #RamNavami #ZEE24Kalak pic.twitter.com/RvEe9LQBm2
— Zee 24 Kalak (@Zee24Kalak) March 30, 2023
રાજ્યના ગૃહમંત્રીએ રાતના 12 વાગ્યા સુધી તમામ લોકોને જેલના હવાલે કરવા આદેશ કર્યા છે. રામનવમીએ આ ઘટનાથી વડોદરાનો માહોલ બગડી ગયો છે. પોલીસે અઈચ્છનિય ઘટના ન બને માટે 2 જિલ્લાની પોલીસના ઘાડા વડોદરામાં ખડકી દીધા છે. ભગવાન રામની શોભાયાત્રા સમયે જ પલિતો ચંપાતો ઘટનાના પડઘા અન્ય જિલ્લાઓમાં ન પડે માટે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે.
ગાંધીનગરમાં ડીજીપીની અધ્યક્ષતામાં ટોપલેવલની બેઠક યોજાઈ રહી છે. ભાજપની સરકારમાં ગુજરાતમાં કેટલાક તોફાની તત્વોએ પલિતો ચાંપી સરકારને સીધો પડકાર ફેંક્યો છે. આ ઘટના બાદ વડોદરામાં આ વિસ્તારો સૂમસામ બનવાની સાથે પોલીસતંત્ર હાઈએલર્ટ પર આવી ગયું છે.
વડોદરામાં પથ્થરમારા બાદ વધુ પોલીસ કાફલો બોલાવાયો
સમગ્ર ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચાંપતી નજર#BreakingNews #Vadodara #RamNavami #ZEE24Kalak @DixitGujarat pic.twitter.com/bidEYJYfZb
— Zee 24 Kalak (@Zee24Kalak) March 30, 2023
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે લાલઆંખ કરી છે. આજે રાત્રે 12 વાગ્યા પહેલા તોફાની તત્વોને પકડી પાડવા સૂચના આપી દીધી છે, જ્યારે કમિશનરે પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. રાજ્યના તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ત્રિનેત્ર પહોંચ્યા છે. રા્જયના પોલીસ વડા પણ ઉપસ્થિત છે. હાલ સીસીટીવી ફુટેજની તપાસ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રામાં ફરી પથ્થરમારો
સુરતમાં હર્ષ સંઘવીનો રામનવમીનો કાર્યક્રમ રદ્
CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાની લીધી માહિતી #Vadodara #RamNavami #ZEE24Kalak pic.twitter.com/fIwy66tCQM
— Zee 24 Kalak (@Zee24Kalak) March 30, 2023
આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાની કોશિશ કરી છે. લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થતી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે