નવો ઈતિહાસ રચાયો : ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે અપીલ કરવાનો સમય 90 દિવસ

Gujarat Highcourt : આ ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ આ મામલે હવે સ્પષ્ટ થઈ જશે કે કોઈ પણ ચૂકાદામાં પડકારવાની સમય મર્યાદા માત્ર 90 દિવસની છે. આ બાદ તમે અરજી કરશો તો કોર્ટ એ ગ્રાહ્ય રાખશે નહીં

નવો ઈતિહાસ રચાયો : ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે અપીલ કરવાનો સમય 90 દિવસ

Gujarat Highcourt : ફેમિલી કોર્ટ મામલે પણ હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આજે આપ્યો છે. ફેમિલી કેસો ઘણા સમયથી વિલંબિત ચાલી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચૂકાદામાં ઠેરવ્યું છે કે, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નજીવનના તકરારના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ કે ચૂકાદાને પડકારતી અપીલ ફાઈલ કરવા માટેની સમય મર્યાદા એ માત્ર 90 દિવસની જ છે. હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટની બે જોગવાઈઓને લઈને ઉભી થયેલી ગૂંચવણ અંતર્ગત જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ આર એમ સરીને ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા મામલે અપીલની સમય મર્યાદાને લઈને સ્પષ્ટતા આપતો ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ આ મામલે હવે સ્પષ્ટ થઈ જશે કે કોઈ પણ ચૂકાદામાં પડકારવાની સમય મર્યાદા માત્ર 90 દિવસની છે. આ બાદ તમે અરજી કરશો તો કોર્ટ એ ગ્રાહ્ય રાખશે નહીં.

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, હિન્દુ મેરેજ એકટ-૧૯૫૫ની સુધી પ્રો. કલમ-૨૮(૪)માં ૨૦૦૩માં સુધારો કરવામાં આવ્યો છે અને સુપ્રીમકોર્ટના ડિસોઝાનિમાયા સાવિત્રી પાંડે વિરૂધ્ધ પ્રેમચંદ્રા પાંડેના કેસમાં સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઇને આ સમયમર્યાદા ૩૦  દિવસથી વધારી ૯૦ દિવસની કરવામાં આવી હતી. જે જોતાં ફેમીલી કોર્ટના હુકમ સામે ૯૦ દિવસની અંદર જ અપીલ કરાઈ હોય તો જ તે ટકવાપાત્ર છે. 

આ પણ વાંચો : 

અરજદારપક્ષ તરફથી એવી દલીલ રજૂ કરાઇ હતીકે, અરજદાર દ્વારા અપીલ ફાઇલ કરવામાં કોઇ વિલંબ થયો નથી, કારણ કે હિન્દુ મેરેજ એકટની કલમ- ૨૮)૪ મુજબ અપીલ ફાઈલ કરવાની સમયમર્યાદા ૯૦ દિવસની નિર્ધારિત કરાયેલી છે. ફેમિલી કોર્ટસ એકટ-૧૯૮૪ અમલમાં આવ્યા બાદ 2003માં આ ચૂકાદામાં સુધારો કરાયો છે. 

એક કેસમાં અરજદારે ફેમિલી કોર્ટના ચૂકાદા સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફાઈલ કરેલી અપીલમાં રજિસ્ટ્રીએ સાત દિવસના વિવંબનો વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ 28 મુજબ અપીલ ફાઈલ કરવાની મુદત 90 દિવસની છે. જ્યારે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 19 મુજબ આ સમય મર્યાદા 30 દિવસની નિર્દેષ્ટ કરાયેલી છે. આમ હાઈકોર્ટના ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ એક્ટ પર હિન્દુ મેરેજ એક્ટ પ્રભુત્વ ધરાવતો બની રહ્યો છે.  શિવરામ દોદન્ના  વિરૂધ્ધ શર્મિલા શિવરામ શેટ્ટીના કેસમાં પણ એ એકટ-૧૯૮૪ની કલમ-૧૯ હેઠળ ફાઇલ કરવાની થતી અપીલની સમયમર્યાદા હિન્દુ મરેજ એકટ-૧૯૫૫ની કલમ ર૮ હેઠળ જ સૂચવાઇ છે,  એટલે કે, ૯૦ દિવસની છે. આમ હાઈકોર્ટે એક સમીવાર્તી ચૂકાદો જાહેર કરીને હિન્દુ મેરેજ એકટનું પ્રભુત્વ સાબિત કરી દીધું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news