ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સીએમને લખ્યો પત્ર, કરી આ માગ
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નગરપાલિકા અને શહેરી વિકાસ ઓથોરીટીની હદમાં આવતા ઔદ્યોગિક એકમોમાં આંશિક કામગીરી ચાલુ કરવા મંજુરી આપવા માગ કરી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દુર્ગેશ બુચે સીએમ રૂપાણીને પત્રમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહ વિભાગે શહેરી વિસ્તારની હદ બહારના ઉદ્યોગો અને ઔદ્યોગિક વસાહતોને લોકડાઉન દરમિયાન ચાલુ કરવાની મંજૂરી આપી છે. જો કે, રાજ્યના અનેક શહેરોનો વિસ્તાર થતા શહેરની બહાર રહેલી ઔદ્યોગિક વસાહતો શહેરની હદમાં આવી છે.
અમદાવાદના વિકાના કારણે વટવા, નરોડા જેવી ઔદ્યોગિક વસાહતોનો મહાનગર પાલિકામાં સમાવેશ થયો છે. ત્યારે આવી ઔદ્યોગિક વસાહતો કે જે શહેરની હદમાં આવતા હોય અને જ્યાં સામાન્ય વસ્તી હોય તેવા એકમો પણ આંશિક રીતે તેમની કામગીરી ચાલુ રાખવા છુટછાટ આપવી જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવી વસાહતોમાં કાર્યરત એકમોના કામદારો અને માલવાહક વાહનોને જરુરીયાત પ્રમાણે અવર-જવર માટેની આંશિક છુટછાટ આપવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે