Gujarat Budget 2025 : ગુજરાતની જનતા ખુશ થઈ જાય તેવી બજેટની 10 મોટી જાહેરાત

Gujarat Budget 10 Big Announcement : આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત રજૂ કર્યું ગુજરાતનું બજેટ... અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું.. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું ટેગલાઈન સાથે રજૂ કરાયું ગુજરાતનું બજેટ 

Gujarat Budget 2025 : ગુજરાતની જનતા ખુશ થઈ જાય તેવી બજેટની 10 મોટી જાહેરાત

Gujarat Budget 2025 : નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું. સતત ચોથી વખત કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું. ગુજરાતનું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ જાહેર કરાયું છે. આ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરાઈ છે. જેમાં મહિલાઓની આત્મનિર્ભરતા માટે 'સખી સાહસ' યોજના અમલમાં મૂકાઈ. સાથે જ નોકરી માટે ઘરેથી દૂર રહેતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે. તો ગુજરાતની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના કરાશે. આ ઉપરાંત આદિજાતિના સર્વાંગ વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની જાહેરાત કરાઈ. SC,ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય અપાશે. ત્યારે ગુજરાતના બજેટની 10 નવી જાહેરાતો ટૂંકમાં વાંચી લો. 

શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત 30,325 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40 ટકાનો માતબર વધારો કરાયો. ગુજરાતની 69 નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવશે.

વડીલો પાછી મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કવિના લેખ ઉપર પ્રવર્તમાન 4.90 સ્ટેમ્પ ડ્યુટી ના બદલે પુત્રના વારસદરોની જેમ જ 200ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. એક કરોડની રકમ માટે ઉપર 0.25% લેખે મહત્તમ 25,000 ની સ્ટેન્ડ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે તેમાં ઘટાડો કરીને હવે 5000 રૂપિયા સ્ટેન્ડ ડ્યુટી ભરવાની થશે.

મોટર વાહન વેરો 
ઈલેક્ટ્રીક વાહનો ઉપર હાલ છ ટકા સુધી ઉચ્ચક વાહનવેરો અમલમાં છે તે સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતા વાહનો પર એક વરસ માટે પાંચ ટકા રીપીટ આપવામાં અસરકારક 1% લેખે નો વેરો રાખવાનો નિર્ણય લીધો છે. 6 ટકાનો વેરો છે એમાં 5% ની રિબેટ આપીને એક ટકો જ વેરો લેવાશે.

એક વર્ષ કરતા ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના લેખ પર વાર્ષિક સરેરાશ એક ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે. તેની સ્થાને માટે રૂપિયા 500 તથા વાણિજ્ય માટે રૂપિયા 1000ની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે

મોટર વાહન વેરામાં મોટો ફેરફાર 
મેક્સી કેટેગરીમાં પેસેન્જર પરીક્ષા મુજબ આઠ ટકા અને 12% ના બદલે હવે માત્ર છ ટકા રાખવામાં આવ્યો

રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹૬૩ કરોડની જોગવાઇ.

રાજ્યના પેન્શનરો માટે સારા સમાચાર. રાજ્યના પાંચ લાખ 14 હજાર પેન્શનરોને ઘર આંગણે જ હયાતી ને ખરાઈ ઓનલાઈન અને વિના મૂલ્ય કરાશે 

મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. 

કેન્સરના દર્દીઓ માટે વલસાડ ગોધરા હિંમતનગર અને પોરબંદર ખાતે સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે 198 કરોડની જોગવાઈ કરાઈ. કેન્સરના દર્દીઓને ગુજરાત પોષણ મેસેજ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સુધી આવું ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ વિસ્તાર માં આવાસ યોજના માં સરકારી પ્લોટ નહીં ઉપલબ્ધ હોય તો પ્લોટ ખરીદી કરવા રૂપિયા ૧ લાખ ની સહાય ની જાહેરાત

અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન નવસારી, વડોદરાથી એકતા નગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. જેના માટે રૂપિયા 278 કરોડની જોગવાઈ કરાઈ

અમદાવાદથી ગાંધીનગર અને ગિફ્ટ સિટી ને રીવરફ્રન્ટ બીજા ફેઝ બાદ બાકીના ફેઝ-3 નું કામ આગામી ૩ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ રીવરફ્રન્ટ માટે રૂપિયા ૩૫૦ કરોડની જાહેરાત

અમદાવાદ મેડિસિટી તર્જ પર અન્ય શહેરો માં વિવિધ સરકારી હોસ્પિટલ વિકસાવવામાં આવશે. વિવિધ શહેરો માટે રૂપિયા ૨૩૧ કરોડ ની ફાળવણી

સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.

4 ઝોનમાં આઈ-હબની સ્થાપના કરવામાં આવશે. LD એન્જિનિયરિંગ સહિત 6 સંસ્થાઓમાં AI લેબ સ્થપાશે

મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ  માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news