વિધાનસભાની વાતઃ ખેરાલુમાં આવખતે કયો ખેલાડી કરી શકે છે ખેલ? જાણો રાજકીય પક્ષોનું ગણિત
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખેરાલુ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી જીત્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ દેસાઈને 21 હજાર 415 મતથી હાર આપી હતી. ખેરાલુ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર ત્રીજા નંબરે રહ્યા હતા. તેમને ચૂંટણીમાં 38,254 મત મળ્યા હતા. જ્યારે બીજેપીના ભરતસિંહ ડાભીને 59,847 મત મળ્યા હતા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાાતમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ વિધાનસભા સીટ પર ઘણો દિલચશ્પ મુકાબલો થશે તેમ લાગી રહ્યું છે. તેનું કારણ એ છે કે છેલ્લી વખતની હાર છતાં અપક્ષ ઉમેદવારે સારી રીતે ચૂંટણી લડી હતી. અહીંયા કોંગ્રેસના ઉમેદવારને ત્રીજું સ્થાન મળ્યું હતું. આ બેઠક પર આમ આદમી પાર્ટી પણ લડશે તેવું લાગી રહ્યું છે. કેમ કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ભગવંત માન ઉત્તર ગુજરાતની બેઠક પર પ્રચાર કરી ચૂક્યા છે. આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપે સરદાર ચૌધરી, કોંગ્રેસે મુકેશ દેસાઈ અને આમ આદમી પાર્ટીએ દિનેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આ ઉપરાંત જાણીતા ગાયક જિગ્નેશ કવિ રાજને કોઈ પાર્ટી તરફથી ટિકિટ ન મળતા તેમણે ખેરાલુ બેઠક પરથી આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
બેઠક પર મતદારો:
બેઠક પર ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. ખેરાલુમાં ઠાકોર 62 હજાર 621, ક્ષત્રિય 26 હજાર, ચૌધરી 18 હજાર 329, દલિત 17 હજાર, પાટીદાર 11 હજાર. પ્રજાપતિ 9090, બ્રાહ્મણ 6000, રબારી 6604, રાવળ 6000., દેવીપૂજક 5000, દરજી 1900, બારોટ 1800, સુથાર 1800, મોદી 1100, શાહ 600 અને અન્ય 15000 મતદારો છે. અંદાજિત કુલ 1 લાખ 59 હજાર જેટલાં મતદારો ખેરાલુ બેઠક પર આવેલા છે.
2017નું પરિણામ:
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખેરાલુ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી જીત્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ દેસાઈને 21 હજાર 415 મતથી હાર આપી હતી. ખેરાલુ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર ત્રીજા નંબરે રહ્યા હતા. તેમને ચૂંટણીમાં 38,254 મત મળ્યા હતા. જ્યારે બીજેપીના ભરતસિંહ ડાભીને 59,847 મત મળ્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં ખેરાલુ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 નટવરલાલ પટેલ કોંગ્રેસ
1967 વી વી પારેખ IND
1972 શંકરજી ઠાકોર કોંગ્રેસ
1975 શંકરજી ઠાકોર કોંગ્રેસ
1980 મોહન દેસાઇ જેએનપી
1985 શંકરજી ઠાકોર IND
1990 શંકરજી ઠાકોર JD
1995 શંકરજી ઠાકોર કોંગ્રેસ
1998 શંકરજી ઠાકોર કોંગ્રેસ
2002 રમીલાબેન દેસાઇ ભાજપ
2007 ભરતસિંહ ડાભી ભાજપ
2012 ભરતસિંહ ડાભી ભાજપ
2017 ભરતસિંહ ડાભી ભાજપ
2019 અજમલજી ઠાકોર ભાજપ
(પેટા ચૂંટણી)
બેઠકની સમસ્યાઓ:
આ વિસ્તારમાં ખેતી માટે સિંચાઈના પાણીની સૌથી મોટી સમસ્યા છે. ખેરાલુ તાલુકાના લગભગ 30 ગામના ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલી રાખ્યો છે. પાણી નહીં તો વોટ નહીંના બેનર લગાવીને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેરાલુ ગામડાના 30 ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીના મુદ્દા પર કોઈપણ નેતાને પોતાના ગામમાં પ્રવેશવા માટે અટકાવવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે