પ્રજા સામે દાદાગીરી કરતી રાજકોટ મનપા સરકારી કચેરીઓ સામે ચૂપ, કરોડોનો ટેક્સ બાકી છતાં કોઈ કાર્યવાહી નહીં
પ્રજાને સમયસર ટેક્સ ભરવાની સલાહ આપતી સરકારી કચેરીઓ જ સમયસર ટેક્સ ભરી રહી નથી. રાજકોટમાં અનેક સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે, તેમ છતાં મહાનગર પાલિકા કોઈ કાર્યવાહી કરવાની હિંમત દેખાડી શકતી નથી.
Trending Photos
રાજકોટઃ જો સામાન્ય લોકો ટેક્સ ન ભરે તો નોટિસ આપવામાં આવે છે, નોટિસ આપ્યા પછી પણ ભરવાનું ચુકાઈ જાય તો તંત્ર મિલકત સીલ કરી દે છે. પરંતુ અમે આપને આજે એક એવા તંત્રની વાત કરવાના છીએ જેનો કરોડોનો ટેક્સ બાકી છે. હા સરકારી કચેરીઓના કરોડના ટેક્સ બાકી છે પરંતુ જેને ટેક્સ લેવાનો છે તે સરકારી કચેરીએ નતો નોટિસ આપી છે, નતો કોઈ કાર્યવાહી કરી છે...અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની....રાજકોટ કોર્પોરેશનને કઈ સરકારી કચેરી પાસેથી કેટલો ટેક્સ લેવાનો છે બાકી?...જુઓ આ અહેવાલમાં..
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 16.78 કરોડનો ટેક્સ બાકી
રેલવે વિભાગનો 16.50 કરોડનો ટેક્સ બાકી
કલેક્ટર કચેરીનો 12.94 કરોડનો ટેક્સ બાકી
સમરસ હોસ્ટેલનો 12.45 કરોડનો ટેક્સ બાકી
PWD કચેરીનો 11.96 કરોડનો ટેક્સ બાકી
સિટી પોલીસનો 10.25 કરોડનો ટેક્સ બાકી
મેડિકલ કોલેજનો 1.99 કરોડનો ટેક્સ બાકી
પાણી પુરવઠા બોર્ડનો 1.40 કરોડનો ટેક્સ બાકી
ટેક્સના એ આંકડા છે જે રાજકોટ કોર્પોરેશને લેવાના બાકી નીકળે છે...આ એ સરકારી કચેરીઓ છે જે સામાન્ય લોકોને કનડવામાં કંઈ બાકી રાખતી નથી...મોટી મોટી સલાહો આપવામાં પાવરધી આ સરકારી કચેરીઓ લાંબા સમયથી ટેક્સ ભરતી નથી...રાજકોટ શહેરની આ તમામ કચેરીઓએ રાજકોટ કોર્પોરેશનનો ટેક્સ ન ભરતાં કોર્પોરેશનની હાલત કફોડી બની છે.
અહીં સૌથી મોટી વાત એ છે કે અંદાજિત 90 કરોડ આસપાસનો ટેક્સ રાજકોટ કોર્પોરેશનને લેવાનો બાકી નીકળે છે...પરંતુ રાજકોટ કોર્પોરેશને નતો કોઈ નોટિસ આપી છે, નતો એવી કોઈ નક્કર કાર્યવાહી કરી છે જેનાથી આ તમામ સરકારી વિભાગો ટેક્સ ભરે....હવે જો આટલો જ ટેક્સ સામાન્ય નાગરિકોનો બાકી હોત તો?...કોર્પોરેશને કાગાડોળ કરી મુકી હોત...નોટિસ નીકળી જતી અને નોટિસ પછી પણ ટેક્સની ભરપાઈ ન થતી તો તે વ્યક્તિની મિલકત સીલ કરી દેવામાં આવતી...પરંતુ અહીં ટેક્સ લેનાર અને જેને ટેક્સ ભરવાનો બાકી છે તે બન્ને સરકારી વિભાગો છે...એટલે બન્ને એકબીજાનું સાચવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
તેરી ભી ચુપ, ઓર મેરી ભી ચુપ..આ કહેવત તમે સાંભળી જ હશે...આ કહેવતને રાજકોટ કોર્પોરેશન અને અલગ અલગ અન્ય સરકારી વિભાગો સાર્થક કરી રહ્યા છે...અહીં સવાલ રાજકોટ કોર્પોરેશનની ઈચ્છાશક્તિનો છે...જે ટેક્સના પૈસાથી પ્રજાની સુખાકારી માટે કામ થતાં હોય છે તે જ ભરવામાં સરકારી વિભાગો જ ઠાગાઠૈયા કરી રહ્યા છે....હદ તો ત્યારે થઈ છેકે જે કલેક્ટર સમગ્ર જિલ્લાના રાજા કહેવાય છે અને આખા જિલ્લાનું સંચાલન કરતાં હોય છે...તે કલેક્ટર કચેરીએ પણ ટેક્સ નથી ભર્યો....તો પાણી પુરવઠા વિભાગ પણ જો કોઈ વ્યક્તિ ટેક્સ ન ભરે તો તેનું કનેક્શન કાપી નાંખે છે..પણ પોતે જ કરોડોનો ટેક્સ નથી ભર્યો...અરે અહીં તો પોલીસ પણ જાણે ચોર બની ગઈ છે...ટેક્સ ન ભરનારા લોકો સામે લાલ આંખ કરવા માટે જે પોલીસનો સહારો લેવામાં આવે છે તે રાજકોટની સિટી પોલીસે પણ ટેક્સ નથી ભર્યો.
ટેક્સ ભરવામાં ઠાગાઠૈયા કેમ?
કલેક્ટર જિલ્લાનું સંચાલન કરે છે તે કલેક્ટર કચેરીએ ટેક્સ નથી ભર્યો
પાણી પુરવઠા વિભાગ કોઈ ક્ષ ન ભરે તો તેનું કનેક્શન કાપી નાંખે છે
પાણી પુરવઠા વિભાગે જ કરોડોનો ટેક્સ નથી ભર્યો
પોલીસ પણ જાણે ચોર બની ગઈ છે
ટેક્સ ન ભરનારા લોકો સામે લાલ આંખ કરવા પોલીસનો સહારો લેવાય છે
રાજકોટની સિટી પોલીસે પણ ટેક્સ નથી ભર્યો
કરોડના આ અધધ ટેક્સથી પ્રજાના કેટલા સારા કામ થઈ શકે?...જો સમયસર ટેક્સની ચુકવણી સરકારી વિભાગોએ કરી દીધી હોય તો પ્રજાલક્ષી અનેક યોજનાઓ બનાવી શકાય...પરંતુ અહીં સરકારી વિભાગો જ ટેક્સ ભરતા નથી...ત્યારે જોવાનું રહેશે કે ક્યારે આ તમામ વિભાગો ટેક્સ ભરે છે અને જો નથી ભરતાં તો RMC તેમની સામે શું કાર્યવાહી કરે છે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે