ચૂંટણી ટાણે સરકારનું 'જય જવાન જય કિસાન': ખેડૂતોની માગ કરશે પૂરી, પોલીસે નહીં કરવું પડે એફિડેવિટ

ZEE 24 કલાકના કોન્કલેવ શંખનાદ 2022 માં ભાજપ અધ્યક્ષ સીઆપ પાટીલે જણાવ્યું કે, પગાર માટે પોલીસે બાંહેધરી પત્રની જરૂર નથી. પોલીસ કર્મચારીઓ પાસેથી બાંહેધરી પત્ર નહીં લેવાય

ચૂંટણી ટાણે સરકારનું 'જય જવાન જય કિસાન': ખેડૂતોની માગ કરશે પૂરી, પોલીસે નહીં કરવું પડે એફિડેવિટ

ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ZEE 24 કલાક રાજનીતિના તમામ પક્ષોના ધૂરંધર નેતાઓને અમે એક મંચ પર બોલાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ મહાનુભાવો સાથે મિશન 2022 ની રણનીતિ પર ચર્ચા કરી રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના મંચ પર ખેડૂતો અને પોલીસ કર્મચારીઓના મુદ્દે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ZEE 24 કલાકના કોન્કલેવ શંખનાદ 2022 માં ભાજપ અધ્યક્ષ સીઆપ પાટીલે જણાવ્યું કે, પગાર માટે પોલીસે બાંહેધરી પત્રની જરૂર નથી. પોલીસ કર્મચારીઓ પાસેથી બાંહેધરી પત્ર નહીં લેવાય. ગૃહ રાજ્ય મંત્રી આ અંગે એક-બે દિવસમાં જાહેરાત કરશે. પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્ર આપવું નહીં પડે.

તો બીજી તરફ ZEE 24 કલાકના કોન્કલેવમાં ખેડૂતોના મામલે સીઆર પાટીલે મોટી જાહેરાત કરી છે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કિસાન સંઘની માગ પૂર્ણ કરશે. હોર્સ પાવરના મુદ્દા સરકાર હકારાત્મક છે. એક-બે દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરશે. સરકાર કિસાન સંઘની માગ એક-બે દિવસમાં પુરી કરશે. 

આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતના સીએમને લઇને નિદવેન આપતા જણાવ્યું હતું કે, 2022 પછી 5 વર્ષ સુધી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેશે. હાલમાં પણ તેઓ મુખ્યમંત્રી છે અને 2022 પછી પણ મુખ્યમંત્રી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news