ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...

અમિત રાજપૂત/અતુલ તિવારી/અમદાવાદ :ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પણ, આ રિઝલ્ટમાં સારુ રિઝલ્ટ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે, જેઓને પરીક્ષા પાસ કરવા માટે આકરી પરિસ્થિતિમાંથી પસાર થવુ પડ્યું હતું. વિકટ પરિસ્થિતિમાં પણ ઝઝૂમીને સારા પર્સન્ટાઈલ મેળવનારા આ વિદ્યાર્થીઓની સફળતાને સલામ છે...

https://lh3.googleusercontent.com/-UUnynyaAopg/XON0ze3qFeI/AAAAAAAAGs4/Z2w-PAtr6vY-21qNH7D6a1s8Pgu7sQ2sACK8BGAs/s0/RutiviSoni.JPG

ભાઈએ અગરબત્તી અને ઝેરોક્સની દુકાન ચલાવીને બહેનને ભણાવી
અમદાવાદની નવરંગ સ્કૂલમાં ભણતી ઋત્વી સોનીની કહાની તો અત્યંત દુખદાયક છે. 6 વર્ષ પહેલા જ તેના પિતાનું ટીબીથી મોત થયુ હતું. ત્યારે માતા અને ભાઈએ પેટે પાટા બાંધીને ઋત્વીને ભણાવી હતી. ભાઈએ અગરબત્તી અને ઝેરોક્સની દુકાન ચલાવી બહેનને ભણાવી છે. જેથી ઋત્વીએ 98.81 પર્સન્ટાઈલ મેળવીને માતા-ભાઈને અનોખી ભેટ આપી છે. સારું પરિણામ મેળવવા મટે દિવસના 14થી 15 કલાક મહેનત કરી હતી. હાલ તે તેના સ્વર્ગસ્થ પિતાનુ સપનુ પૂરુ કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. તેના પિતાનું સપનું જીપીએસસી-યુપીએસસી પરીક્ષા પાસ કરાવવાનું હતું. તેથી ઋત્વી પણ એ મુજબ ભણવામાં આગળ વધશે.

ગેરેજ ચલાવતા પિતાની દીકરીએ મેળવ્યા 99.11
અમદાવાદના કામેશ્વર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી બ્રિન્દા શાહે 99.11 પર્સન્ટાઈલ મેળવ્યા છે. પિતા ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતા હોવાથી તે અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે. એટલું જ નહિ, આ રિઝલ્ટ તેણે કોઈ પણ ટ્યુશન ક્લાસિસ વગર મેળવ્યું છે. ત્યારે તેની સફળતા જોઈ તેના માતા-પિતા પણ ખુશ થઈ ગયા હતા. બ્રિન્દા વિશે રસપ્રદ વાત તો એ છે કે, અગાઉ વિદ્યાર્થીની દીક્ષા લેવા માગતી હતી. પરંતુ તેને સમજાવ્યા બાદ અભ્યાસ કરી અને સફળ થઈ હતી અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. બ્રિન્દા શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેં ખૂબ મહેનત કરી હતી, મારી અપેક્ષા કરતા ઓછું પરિણામ આવ્યું છે, પણ હું આગળ આના કરતા પણ વધુ મહેનત કરીશ. મારા માતાપિતા જેવો સપોર્ટ મને કોઈનો મળ્યો નથી. જ્યારે ગેરેજ ચલાવતા તેના પિતાએ કહ્યું કે, બ્રિન્દા માટે અમે ખૂબ મહેનત કરીશું. તો બીજી તરફ બ્રિન્દાનું પરિણામ આવતા જ તેના માતાના આંખમાંથી આસુ આવી ગયા હતા.

BoardResultNisha_Goswami.jpg

ટ્યુશન કર્યા વગર મેળવ્યા 99.73 પર્સન્ટાઈલ
અમદાવાદની નિશા ગોસ્વામીએ 99.73 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તેના પિતા મોબાઈલ રીપેરીંગ કરે છે. ટ્યુશન ન હોવા છતા પણ નિશાએ ધોરણ-10 બોર્ડના રિઝલ્ટમાં એવી ઝળહળતી સફળતા મેળવી છે કે, માતાપિતાનું નામ સમગ્ર અમદાવાદમાં ગુંજતું કર્યું છે. નાનકડા એવા એક જ રૂમના મકાનમાં અભ્યાસ કરવો મુશ્કેલ હતો, તેમ છતાં નિશાએ 99.73 પર્સન્ટાઈલ મેળવી બતાવ્યા, જે બતાવે છે કે, સારુ પરિણામ મોંઘાદાટ ટ્યુશન ક્લાસિસનું મોહતાજ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news