અમેરિકાના સપના લઈને નીકળેલા ચાર ગુજરાતીઓ ગુમ! એકનો તો છ મહિનાથી પરિવાર સાથે સંપર્ક જ નથી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામમાં રહેતા ભરતભાઈ રબારી અમેરિકા જવા માગતા હતા અને તેઓ એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં એજન્ટ 70 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવાની લાલસા આપી હતી.

અમેરિકાના સપના લઈને નીકળેલા ચાર ગુજરાતીઓ ગુમ! એકનો તો છ મહિનાથી પરિવાર સાથે સંપર્ક જ નથી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના યુવકને એજન્ટે વિશ્વાસમાં લઈ અમેરિકા મોકલી આપવાની વાત કરી 20 લાખ રૂપિયા એજન્ટે મેળવી લીધા બાદમાં યુવકને અલગ અલગ દેશોમાં ફેરવ્યો અને બાદમાં છેલ્લા છ મહિનાથી યુવક સંપર્ક વિહોણો બનતા યુવકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેને લઈને પોલીસે પણ એક એજન્ટ આરોપીને ઝડપી લઈને ફરાર બીજા એજન્ટની તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામમાં રહેતા ભરતભાઈ રબારી અમેરિકા જવા માગતા હતા અને તેઓ એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં એજન્ટ 70 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવાની લાલસા આપી હતી. જોકે ભરતભાઈ અમેરિકા જવા માટે 70 લાખ ખર્ચવા તૈયાર થયા અને એજન્ટને 20 લાખ રૂપિયા આપી. ગત 8 જાન્યુઆરીએ ઘરેથી નીકળી અમદાવાદ એરપોર્ટ થઈ અમેરિકા જવા નીકળ્યા હતા. 

બાદમાં તેઓ નેધરલેન્ડના એમસ્ટર્ડમ ખાતે પહોંચ્યા હતા બાદ ત્યાંથી ડોમીનિકા જોકે આ દરમિયાન 15 દિવસ સુધી પરિવાર સાથે ભરતભાઈએ વાતચીત કરી હતી. પરંતુ 4 ફેબ્રુઆરી 2023 પછી ભરતભાઈનો પરિવાર સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક થયો ન હતો. જેથી પરિવારજનો એજન્ટોને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં પણ સંપર્ક ન થતા આખરે પરિવારજનોએ પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુરથી નીકળેલો યુવક ભરતભાઈ રબારી અમદાવાદ એરપોર્ટથી મુંબઈ અને મુંબઈથી નેધરલેન્ડ બાદમાં પોર્ટ ઓફ સ્પેન થઈ ડોમેનિકા પહોંચ્યું, ત્યાં સુધી પરિવાર સાથે ભરતભાઈ રબારી વાતચીત કરતા હતા. પરંતુ અચાનક જ પરિવાર સાથે વાતચીત ભરતભાઈની થઈ રહી ન હોતી. તે જ દિવસથી પરિવાર પણ ચિંતિત બન્યો હતો. એજન્ટો ધ્વારા આશ્વાસનથી પરિવાર છ એક મહિના સુધી પરિવાર રાહ જોતું જ રહ્યું અને આખરે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. જોકે પોલીસ દ્વારા ભરતભાઈને અમેરિકા સુધી મોકલનાર એજન્ટ દિવ્યેશ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જોકે પોલીસે પ્રાથમિક સામે આવ્યું હતું કે અન્ય આઠ લોકોને પણ આજ રીતે અમેરિકા મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જો કે પોલીસ પણ તે દિશામાં હાલ તપાસ કરી રહી છે. જોકે મહત્વની વાત એ છે કે દિવ્યેશ પટેલ પણ અન્ય એજન્ટો થકી ભારતીય લોકોને અમેરિકા મોકલવાનું કામ કરતા હતા. જેમાં ફરિયાદમાં મહેન્દ્રભાઈ ઉર્ફ એમડી બળદેવભાઈ પટેલની પણ પોલીસે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 

સાથે જ મહેન્દ્ર પટેલ કલોલ તાલુકાના ડીંગુચા ગામનો રહેવાસી છે એટલે કે અગાઉ પણ અમેરિકા મોકલવાનું આખું એક કનેક્શન બહાર આવ્યું હતું તેનું કનેક્શન પણ આખી સાથે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મહેન્દ્ર પટેલની ધરપકડ બાદ સમગ્ર મામલો બહાર આવી શકે છે.ત્યારે પોલીસે પણ વિવિધ ટીમો બનાવી સાથે ગયેલા અન્ય 8 યુવાનોના પરિવારજનોનો પણ સંપર્ક કરી તપાસ હાથ ધરી છે. 

પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે પશુપાલન અને ખેતી કરી પરિવારનું ગુજરાન કરતા ભરતભાઈ બાબરભાઈ રબારી ને અમેરિકા મોકલવા પેટે 70 લાખ રૂપિયાની ડીલ થયા બાદ 20 લાખ રૂપિયા એડવાન્સ આપી દેવામાં આવ્યા હતા. બાદમાં તેઓ અમદાવાદ એરપોર્ટ થી મુંબઈ અને ત્યારબાદ અલગ અલગ પ્રાંતમાં ભ્રમણ કરી ડોમેનિકા પહોંચ્યા હતા, પરંતુ ડોમેનિકા બાદ તેઓનો કોઈ સંપર્ક ન થતા આખરે પોલીસ ફરિયાદ પરિવારજનોએ નોંધાવી છે અને પોલીસ પણ હાલ તો મહેન્દ્ર પટેલની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે અને જરૂર જણાય તો એમ્બેન્સીનો પણ સહારો લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news