ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ! કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુએ છોડ્યો પંજાનો સાથ

અરવલ્લી જિલ્લામાં મેઘરજના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જી.પં સદસ્યએ રાજીનામું આપ્યું છે. જતિન પંડ્યા ત્રણ ટર્મ મેઘરજ જી.પં સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે. તેમના પત્ની રૂપલ બેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ! કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુએ છોડ્યો પંજાનો સાથ

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ધડાધડ કોંગ્રેસીઓના રાજીનામા પડી રહ્યા છે.  છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના એક સાંઘે ત્યાં તેર તૂટે જેવી હાલત છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વધુ એક વખત કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં વધુ એક પીઢ કોંગ્રેસીએ રાજીનામું ધરી દીધું છે. 

અરવલ્લી જિલ્લામાં મેઘરજના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જી.પં સદસ્યએ રાજીનામું આપ્યું છે. જતિન પંડ્યા ત્રણ ટર્મ મેઘરજ જી.પં સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે. તેમના પત્ની રૂપલ બેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. રૂપલ બેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ છે. પતિ-પત્ની બંને 500 કરતા વધુ કાર્યકરો સાથે આવતી કાલે કેસરિયો ધારણ કરશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સી.આર.પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. બંને કોંગ્રેસના પાયાના જવાબદાર કાર્યકરોએ રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

No description available.

રાજીનામું આપનાર જતીન પંડ્યા અને રૂપલ પંડ્યા 110 મેઘરજ માલપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સ્વ.ગુણવંતલાલ પંડ્યાના પુત્ર અને પુત્રવધુ છે. ત્યારે બંને કોંગ્રેસ દંપત્તિના રાજીનામાંથી મેઘરજ અને મેઘરજ તાલુકા અને માલપુર, ભિલોડા તાલુકામાં કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.

No description available.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક મોટા ઝટકાથી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતા કેસરીયા કરશે. જી હા...બુધવારે સીઆર પાટીલના હાથે ડો. વિપુલ પટેલ કેસરીયા કરે તેવી પુરેપુરી સંભાવના જોવામાં આવી રહી છે. ડો વિપુલ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય એવી હાલ અટકળો ચાલી રહી છે. 

તમને જણાવી દઈએ કે ડો વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. એટલું દ નહીં, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. સતત ચાર ટર્મથી સાબરડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. અરવલ્લી અને સાબરકાંઠાના દિગ્ગજ સહકારી નેતા તરીકે પણ ડો વિપુલ પટેલની ગણના કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news