વરસતા વરસાદમાં મેટ્રોની ટ્રાયલ રન, વરસાદમાં મેટ્રો બરાબર દોડશે કે નહિ તેનુ ટેસ્ટીંગ કરાયું
Metro Trial Run : વરસતા વરસાદ વચ્ચે સાબરમતી નદી પરથી દોડી મેટ્રો ટ્રેન
Trending Photos
અમદાવાદ :અમદાવાદમાં જલ્દી જ મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે. આ માટે તૈયારીઓ કરી લેવામા આવી છે. ત્યારે વરસતા વરસાદમાં મેટ્રોની ટ્રાયલ રન કરવામાં આવી છે. વરસાદમાં મેટ્રો બરાબર દોડશે કે નહિ તેનુ ટેસ્ટીંગ કરાયું હતું. જેથી વરસતા વરસાદ વચ્ચે સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી. આ નજારો તેને જોનારા અમદાવાદી માટે ખાસ બની રહ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.
સાબરમતી નદી પર બાંધેલા પુલ પર પસાર થઈ રહેલી મેટ્રોનો વીડિયો હાલ અનેક અમદાવાદીઓના મોબાઈલમાં ધૂમ મચાવી રહ્યો છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યા છે, અને તેને શેર કરી રહ્યાં છે. આજે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. જેમાં સાબરમતી નદીના બ્રિજ પરથી પહેલીવાર મેટ્રો દોડાવવામાં આવી હતી. આ સમયે અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે વરસતા વરસાદમાં પસાર થતી મેટ્રોનો વીડિયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં લઈને શેર કર્યો છે.
વરસાદમાં મેટ્રો બરાબર દોડશે કે નહિ તેનુ ટેસ્ટીંગ કરાયું, વરસતા વરસાદ વચ્ચે સાબરમતી નદી પરથી દોડી મેટ્રો ટ્રેન#Ahmedabad #MetroTrain #Gujarat #ZEE24Kalak pic.twitter.com/54IioRV9c6
— Zee 24 Kalak (@Zee24Kalak) July 19, 2022
અમદાવાદમાં બહુ જ જલ્દી જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો પ્રોજેકટ વધુ એક ડગલું આગળ વધી રહી છે. તાજેતરમાં જ એપરલ પાર્કથી અંડરગ્રાઉન્ડ ટનલ થઈ રિવરફ્રન્ટ ઉપર ટ્રેનના 3 કોચ પસાર કરાયા હતા. વિશેષ વાહનની મદદથી 3 કોચને ટ્રેક પર ચલાવાયા હતા. આમ, સુરક્ષાના તમામ માપદંડ ચકાસવા પ્રાથમીક ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડે એ પીએમ મોદીનુ સપનુ હતું. આખરે આ મેટ્રો ટ્રેન એક પછી એક પડાવ પાર કરી રહી છે. ઓગસ્ટ 2022 સુધી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થઈ જશે. ત્યારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
સાબરમતી નદી પરથી અને ટનલમાંથી જશે મેટ્રો
અમદાવાદી આ મેટ્રો ટ્રેન ખાસ બની રહેવાની છે. કારણ કે, મુસાફરોને મનમોહક નજારા જોવા મળશે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો દોડશે અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ પસાર થશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. મેટ્રો ટ્રેનનો કુલ 21 કિલોમીટરન લાંબો કોરિડોર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે