ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો

અમદાવાદમાં વધુ એક નકલી પોલીસ ઝડપાયો છે. નકલી પોલીસ બની લોકો સાથે વિવિધ રીતે છેતરપિંડી કરતો હતો. આ વ્યક્તિ પાસેથી બનાવતી ઓળખકાર્ડ પણ મળી આવ્યાં છે. 

ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો

ઉદય રંજન, અમદાવાદઃ પોલીસ અધિકારીની ઓળખ આપી છેતરપિંડી અને ગંભીર ગુના આચરનાર નકલી પોલીસની મણીનગરની અસલી પોલીસે ધરપકડ કરી છે.. આરોપી પાસેથી બનાવટી પોલીસ અને મામલતદારના ઓળખ કાર્ડ પણ મળી આવ્યા છે.. તો આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે...

પોલીસ સકંજામાં આવેલા આ આરોપીનું નામ કિરીટ અમીન છે. જે મૂળ અરવલ્લી જિલ્લાનો રહેવાસી છે. કિરીટ અમીન મણીનગર વિસ્તારની હોટલમા ગાંધીનગર એલસીબીના પી.એસ.આઇ હોવાનું જણાવી છેલ્લા બે મહિનાથી રોકાયો હતો. જોકે વાહન ચેકિંગ દરમિયાન કિરીટ અમીન પોલીસ તથા રેવન્યુ વિભાગના બનાવટી ઓળખકાર્ડ સાથે મળી આવતા મણીનગર પોલીસે ધરપકડ કરી છે.

આરોપી પાસેથી પોલીસના બે બનાવટી આઈકાર્ડ, મળી આવ્યા છે જેમાં ડેપ્યુટી મામલતદારનું એક આઈકાર્ડ પણ મળી આવ્યું છે. જે આઈ કાર્ડ તેણે વલસાડના એક યુવક પાસે બનાવ્યા હોવાનું સામે આવ્યું છે અને અન્ય બે પોલીસના આઇકાર્ડ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલતો મણિનગર પોલીસે કિરીટ અમીન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તે પોતે પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગતો હતો. વર્ષ 2012 પોલીસ વિભાગની ભરતીમાં પણ પાસ થયો હતો. જો કે તેની ડોક્ટર પ્રેમિકાએ ગૃહવિભાગમા નોકરીની ના પાડતા તે તાલીમમાં ગયો ન્હોતો. જે બાદ તેણે નકલી પોલીસ બનીને ગુનાને અંજામ આપ્યાનું શરૂ કર્યું હતું. જેમા આરોપીની વિરૂદ્ધમાં અત્યાર સુધીમાં રામોલ, મોડાસા, હિંમતનગર, ઠાસરા, ધરમપુર સહિત કુલ 8 ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમા પોલીસ તરીકેની ઓળખ આપી એક કા ડબલ કરવાની લાલચે રૂપિયા પડાવી તે ફરાર થઈ જતો હતો.

આ ઉપરાંત વર્ષ 2016 માં કિરીટ અમીને અન્ય આરોપી વિનોદ વણઝારા ભાનુ પંડ્યા સાથે મળીને PMJAYના બનાવટી કાર્ડ બનાવ્યા હતા. જે ગુનામા કિરીટે તેની પ્રેમિકા સાથે મળી આરોપીઓએ 3000 જેટલા બનાવટી કાર્ડ બનાવ્યા હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતુ. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં એકના ડબલ કરવાની લાલચ આપીને પોતે ડુપ્લીકેટ પોલીસ બની રેડ કરીને ફરિયાદી પાસેથી રૂપિયા ૪૦ લાખ પણ પડાવ્યા હતા. જેમાં તેની સાથે જીતેન્દ્ર પંડ્યા નામનો પોલીસ કર્મચારી પણ સામેલ હતો જેથી તેના વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી..

આરોપી કિરીટ એમએ. બીએડ સાથે પીટીસીનો અભ્યાસ કરેલો છે... અને તેના પિતા પણ સિંચાઈ ખાતામાં ઇજનેર હતા તથા તેનો ભાઈ અને ભાભી પણ સરકારી કર્મચારી છે... જોકે પ્રેમિકાના કારણે પોલીસની નોકરી છોડીતે ગુનેગાર બન્યો....છેલ્લા બે મહિનાથી પોલીસ થી બચવા હોટલમાં રોકાયો હતો.. તે દરમિયાન તેને ત્રણ લોકો મળવા પણ આવતા હતા... જેથી પોલીસને શંકા છે કે આરોપી અન્ય કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો... જે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news