રાજકોટમાં હાથી લઇ જતા સમયે ફોરેસ્ટ અધિકારી બની તોડ કરનારની ધરપકડ

રાજકોટમાં હાથી લઇ જતા સમયે ફોરેસ્ટ અધિકારી બની તોડ કરનારની ધરપકડ કરવામાં આવી છે. ગ્રેટ ગોલ્ડન સર્કસના હાથીને અમદાવાદથી જામનગર સારવાર માટે લઇ જવામાં આવતા હતા. હાથી લઇ જતા હતા ત્યારે ખોટા અધિકારી બની 5 લાખની માગણી કરી હતી. જો કે, આ ઘટનાને પગલે આરોપી સામે ફરિયાદ નોધાતા પોલીસે આરોપી ભાવિન પટેલની ધરપકડ કરી છે.
રાજકોટમાં હાથી લઇ જતા સમયે ફોરેસ્ટ અધિકારી બની તોડ કરનારની ધરપકડ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં હાથી લઇ જતા સમયે ફોરેસ્ટ અધિકારી બની તોડ કરનારની ધરપકડ કરવામાં આવી છે. ગ્રેટ ગોલ્ડન સર્કસના હાથીને અમદાવાદથી જામનગર સારવાર માટે લઇ જવામાં આવતા હતા. હાથી લઇ જતા હતા ત્યારે ખોટા અધિકારી બની 5 લાખની માગણી કરી હતી. જો કે, આ ઘટનાને પગલે આરોપી સામે ફરિયાદ નોધાતા પોલીસે આરોપી ભાવિન પટેલની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રેટ ગોલ્ડન સર્કસના માલિકની ફરિયાદના આધારે રાજકોટના ભાવીન પટેલની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સર્કસના માલિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા સર્કસના હાથીઓની જોડી અનાર અને ચંપાની તબિયત 10-12 દિવસથી ખરાબ હોવાથી અમદાવાદમાં કોરોના મહામારી વધુ હોવાથી હાથીની આ જોડીને જામનગર મોકલવાનું નક્કી કર્યું હતું અને તે માટે ગત 25 મેના રોજ બંને હાથીનું મેડિકલ ચેકઅપ કરાવી અને મંજૂરી મેળવી બંને હાથીને 13મી જૂને રવાના કરવામાં આવ્યા હતા. 

ત્યારે ટ્રકને રાજકોટના બેડી ચોકડીએ મંજૂરીના તમામ કાગળો હોવા છતાં રોકવામાં આવ્યા હતા અને ભાવિન પટેલે ફોરેસ્ટ અધિકારી તરીકે ઓળખ આપી હતી અને બે લાખ રૂપિયા આપવા પડશે નહીંતર હાથીઓને ફોરેસ્ટ ખાતામાં જમા કરાવવા પડશે તેવી વાત કરી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે આરોપી ભાવિન પટેલની ધરપકડ કરી છે. જો કે, આ અગાઉ પણ ભાવિને ગ્રેટ ગોલ્ડન સર્કસમાં રેડ પડાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news