આનંદો! 6 વર્ષથી નાના બાળકોને પણ સ્કૂલમાં મળશે એડમિશન, સરકારે બદલ્યો નિયમ

Gujarat School: સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આનંદો! 6 વર્ષથી નાના બાળકોને પણ સ્કૂલમાં મળશે એડમિશન, સરકારે બદલ્યો નિયમ

Gujarat Education: ગુજરાત સરકારે હવે 6 વર્ષથી નાના બાળકો માટે એક નવો તોડ કાઢી લીધો છે. બાળકોને ભણાવવામાં આવશે અને સ્કૂલમાં દાખલ પણ કરાશે પણ તેઓ ધોરણ 1માં નહીં ભણી શકે  ધો.૧માં પ્રવેશ માટે આગામી શૈક્ષણિક વર્ષથી છ વર્ષનો નિયમ લાગુ થનાર છે અને ૧લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને ધો.૧માં પ્રવેશ નહી મળે. જેને પગલે રાજ્યના અંદાજે ૩ લાખ જેટલા બાળકોને અસર થશે. હવે રાજ્ય સરકાર આ મામલે ભરાઈ જતાં મોદી સરકારના અધિકારીઓ પાસે પણ મદદ માગી હતી. 

નોટિફિકેશન જાહેર થયા બાદ પણ સ્કૂલો અને વાલીઓએ આ મામલે વિરોધ કરતાં સરકાર ભરાઈ ગઈ હતી.  હવે પાંચથી-છ વર્ષના આ બાળકો માટે પ્રીપ્રાયમરીમાં ત્રીજુ વર્ષ ઉમેરવાની યોજના ઘડી રહી છે અને ત્રીજા વર્ષ તરીકે આ બાળકોએ ધો.૧ પહેલા બાલવાટિકામાં ભણવુ પડશે. સરકારી અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં બાલવાટિકાઓ બનાવાશે. જેને પગલે બાળકોનું ભવિષ્ય પણ નહીં બગડે અને સરકારના નિયમો પણ પાળવામાં આવશે.

સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 3 લાખ બાળકોને આ નિયમથી સીધી અસર થવાની સંભાવના છે. હવે સવાલ એ પણ છે કે, શિક્ષકોની આટલી બધી ઘટ છે ત્યારે નવા બાળકો માટે બનાવેલી બાલવાટિકામાં કેવી રીતે શિક્ષકો ભણાવશે એ ચર્ચાનો વિષય છે. 

આ નવા નિયમથી ધો.૧માં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટે તેમ હોવાથી શિક્ષકો ફાજલ થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકામાં આ બાળકોને ભણાવાશે અને જેઓને ધો.૧થી૫ના જ શિક્ષકો ભણાવશે. રાજ્ય સરકારે ગત ૨૦૨૦માં નોટિફિકેશન કરીને આરટીઈ એક્ટમાં સુધારા રૃપે ધો.૧માં પ્રવેશ માટે છ વર્ષનો નિયમ ફરજીયાત કર્યો છે.જો કે આ નિયમ જુન ૨૦૨૩થી લાગુ થનાર છે.૨૦૨૦-૨૧,૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.૧માં પ્રવેશ અપાયો છે.

આ પણ વાંચો:  પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
આ પણ વાંચો: 
 અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો:
 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ

સરકાર બદલાતાં હવે નિયમો પણ બદલવાનો નિર્ણય લીધો છે. સરકાર કોઈ પણ સંજોગોમાં આ નિયમ લાગુ કરવા માગે છે. એટલે જ જુન ૨૦૨૩થી આ નિયમનો ફરજીયાત અમલ થનાર છે ત્યારે હાલ વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છુટ આપવા અને આ વર્ષ પુરતુ ૧લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.માં પ્રવેશ આપવાની માંગ કરવામાં આવી છે. જે મામલે છેક શિક્ષણમંત્રી સુધી રજૂઆતો કરાઈ હતી. 

સંચાલકોએ પણ આ મામલે ઝૂકાવતાં સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ હતી. જો કે નિયમમાં છુટ કે રાહત આપવાની સરકારની કોઈ યોજના નથી. જેથી આ નિયમનો તોડ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા રૃપે રાજ્ય સરકાર ધો.૧ પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.આ નવા નિયમથી અંદાજે ૩ લાખથી વધુ બાળકોને અસર થાય તેમ છે કે જેઓને જુનિયર કેજી અને સીનિયર કેજી પુરુ કર્યા બાદ પણ ૧લી જુને છ વર્ષ પુરા ન થતા હોય કે છ વર્ષમાં થોડા દિવસો બાકી હોય.હવે સરકારે બાલવાટિકા માટેની ફીના ધોરણથી માંડી પ્રવેશના નિયમો પણ નક્કી કરવા પડશે. જેને પગલે નવી કવાયત શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news