દૂધસાગર ડેરીએ મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ અને પીએમ કેર ફંડમાં 51 લાખની સહાય કરી
દૂધ સાગર ડેરીના નિયામક મંડળની બેઠકમાં પીએમ કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષમાં સહાય આપવાનો નિર્ણય સર્વસંમત્તિથી લેવામાં આવ્યો હતો.
Trending Photos
તેજસ દવે/મહેસાણાઃ દેશ તથા ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ ચાલી રહ્યું છે. ત્યારે આ મુશ્કેલ સમયમાં અનેક લોકો, સામાજીક સંસ્થાઓ, ઉદ્યોગો સહકારી સંગઠનો સરકારને સહાય કરી રહ્યાં છે. આ સિલસિલામાં દૂધસાગર ડેરીએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં સહાય કરી છે. દૂધ સાગર ડેરી દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા 25 લાખ અને પ્રધાનમંત્રી કેર ફંડમાં 51 લાખની સહાય કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો ચેક
દૂધ સાગર ડેરીના નિયામક મંડળની બેઠકમાં પીએમ કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષમાં સહાય આપવાનો નિર્ણય સર્વસંમત્તિથી લેવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે ડેરીના ચેરમેને આજે મહેસાણા જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો હતો. ડેરી દ્વારા કુલ 76 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જેમાં 51 લાખ રૂપિયા પીએમ કેર ફંડ અને 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષમાં આપવામાં આવ્યા છે.
લાલપુર નજીક નદીના પાણીના પ્રવાહમાં કાર સાથે ત્રણ લોકો તણાયા, એકનું મૃત્યુ
મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના નવા ચાર કેસ
મહેસાણા જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે નવા 4 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 170 સુધી પહોંચી ગયો છે. આજે મહેસાણામાં બે અને કડીમાં બે નવા કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે