આ તો હદ થઈ! અમદાવાદની ડેપોમાંથી આખે આખી ST બસ ચોરાઈ, ચોરના ખુલાસાથી મગજ ચકરાવે ચઢશે

Man Stole ST Bus From Ahmedabad ST Depot : અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ચોરી થયેલી ST બસનો ચોર ઝડપાયો. યુવકે નશાની હાલતમાં બસની ચોરી કરી હતી, ચાવી ખુલ્લી જોઇ બસ ઉઠાવી લીધી 
 

આ તો હદ થઈ! અમદાવાદની ડેપોમાંથી આખે આખી ST બસ ચોરાઈ, ચોરના ખુલાસાથી મગજ ચકરાવે ચઢશે

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : માનવામાં ન આવે તેવી ઘટના બની છે. અમદાવાદ એસટી ડેપોમાંથી કોઈકે એસટી બસની જ ચોરી કરી હતી. અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ચોરી કરવામાં આવેલ એસટી બસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરાઈ છે. ગણતરીના કલાકોમાં નરોડા પોલીસે એસટી બસ સાથે આરોપી તુષાર ભટ્ટને દહેગામ કનીપુર પાસેથી ઝડપી પાડ્યો છે. 

આરોપી તુષાર ભટ્ટ એસટી બસ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. નશાની હાલતમાં આરોપી તુષાર ભટ્ટ. તેણે સરકારી બસની જ ચોરી કરી લીધી. આ બસ ચલાવીને દહેગામ સુધી પહોંચ્યો હતો, પરંતુ કોઈ પણ તેની રોકવાવાળું નહોતું. ઘટના અંગે વિગત એવી છે કે ગત 15 જાન્યુઆરીના રોજ અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી બસ ચોરી થઇ હતી. સરકારી એસટી બસની ચોરી અંગે ડેપો મેનેજરના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. 

દેહગામથી મળી હતી બસ
કૃષ્ણનગર પોલીસે એસટી બસ અંગે તમામ વિગતો મેળવી કાયદેસરની ફરિયાદ નોંધી હતી. પોલીસે અલગ અલગ ટીમો તપાસ માટે દોડાવતા સીસીટીવી અને ચોક્કસ હકીકત મેળવતા એસટી બસ દહેગામ પાસેનું લોકેશન મળ્યું. કનીપુર પાસે એસટી બસ રોડ ઉપર પડી હતી અને આ બસ લઈ આવનાર ચાલક પણ ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તુષાર ભટ્ટ અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું અને બસ પરત અમદાવાદ લાવવા તજવીજ શરૂ કરી છે. 

આરોપી પહેલા ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો 
પોલીસની વાત માનીએ તો પકડાયેલ આરોપી તુષાર ભટ્ટ અગાઉ કોન્ટ્રાક્ટ ઉપર એસટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.પરંતુ છેલ્લા ઘણા સમયથી બેકાર હતો અને માનસિક અસ્વસ્થ હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. મહત્વનું છે કે નશાની હાલતમાં તુષાર ભટ્ટ પોલીસને મળી આવ્યો બાદમાં બસ સાથે તેને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી. 

બસમાં ખુલ્લી ચાવી જોઈ બસ લઈ ગયો 
પોલીસને પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે આરોપી તુષાર ભટ્ટ જ્યારે એસટી ડેપો પાસે ગયો ત્યારે એસટી બસમાં જ ચાવી લાગેલી હતી જે આધારે તે બસ લઇ અને નીકળી પડ્યો. જોકે ચોરી કરવાનો કારણ શું હતું તે સામે નથી આવ્યું જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે .નવાઈની વાત એ છે કે એસટી બસ ડેપો માંથી આખી સરકારી બસ લઈ ફરાર થઈ જાય ત્યાં સુધી ડેપો મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિને જાણ કેમ ન થઈ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news