આ વખતે ઉજવાશે કામધેનુ દીપાવલી, 33 કરોડ દિવાઓથી ઝગમગાવવા દેશને
કોરોનાના કારણે દેશમાં તહેવારોનો રંગ ફિકો ન પડે એટલા માટે દિવાળીએ ગાયના છાણમાંથી બનેલ 33 કરોડ દિવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગે આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલ દિવાઓ 11 કરોડ પરિવારોને આપવામાં આવશે
Trending Photos
રક્ષિત પંડ્યા/ રાજકોટ: કોરોનાના કારણે દેશમાં તહેવારોનો રંગ ફિકો ન પડે એટલા માટે દિવાળીએ ગાયના છાણમાંથી બનેલ 33 કરોડ દિવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગે આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલ દિવાઓ 11 કરોડ પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહીં અનેક પરિવારોને રોજગારી આપી આત્મનિર્ભર ભારત અભિયાનને પણ સાર્થક કરવામાં આવશે.
ગોમયે વસતે લક્ષ્મી. એટલે ગાય હોઈ ત્યાં લક્ષ્મીનો વાસ હોય. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દિવળા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું છે. આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે, આ વર્ષની દિવાળી કામધેનુ માતાને સમર્પિત કરવાની છે. જેના માટે દેશના અલગ-અલગ રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો-આશ્રમ, મઠ અને ગૌશાળાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ગાયમાં છાણમાંથી બનનાર દિવાઓના આ પ્રોજેકટને ગોમય દિપક કામધેનુ દિવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દિપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તીઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયમાં છાણમાંથી દિવાઓ બનાવીને 11 કરોડ પરિવાર સુધી પહોંચાડશે. આશરે 35થી 40 કરોડ લોકો સુધી આ દિવાઓ આપવામાં આવશે. એટલું જ નહીં આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓના લોકોને જોડી અને પોતે ઘરે ગાય ના છાણમાંથી દિવા બનાવી વેચી શકે તેની પ્રેકટીસ પણ વિડીયો કોન્ફરન્સ થી આપવામાં આવી છે.
આત્મનિર્ભર ભારત અભિયાનથી રોજગારી પુરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાનથી દિવાળીમાં ઉપયોગી ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. મથુરામાં પણ આ વર્ષે દિવાળી પર ગાયના છાણના દિવાઓ પ્રગટાવી દિવાળી ઉજવાશે. આ કાર્ય થી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે