લોકોનું સ્વપ્ન અધૂરું જ રહેશે! ગુજરાતના આ ગામડાને પ્રથમ ડિજિટલ ગામ બનાવવાની જાહેરાત કરી, પણ...

પાલનપુર તાલુકાના માલણ ગામને બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ ડિજિટલ ગામ બનાવવા માટે પસંદગી કરી મોટા ઉપાડે કાર્યક્રમ કરી વર્ષ 2016માં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો હતો.

લોકોનું સ્વપ્ન અધૂરું જ રહેશે! ગુજરાતના આ ગામડાને પ્રથમ ડિજિટલ ગામ બનાવવાની જાહેરાત કરી, પણ...

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામને સરકાર દ્વારા જિલ્લાનું પ્રથમ ડીઝીટલ ગામ જાહેર કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા ગામમાં કાર્યક્રમ યોજી ગામને તમામ ડીઝીટલ સુવિધાઓ સજ્જ કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે આજદિન સુધી ગામમાં એકપણ ડિઝટલ સેવાઓ શરૂ ન કરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનો પોતાના ગામને ડીઝીટલ કરવાની માંગ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ ટર્મમાં દેશને ડિજિટલ બનાવવા માટે ગ્રામિણ કક્ષાએથી આધુનિક સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પાલનપુર તાલુકાના માલણ ગામને બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ ડિજિટલ ગામ બનાવવા માટે પસંદગી કરી મોટા ઉપાડે કાર્યક્રમ કરી વર્ષ 2016માં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો હતો.

માલણ ગામને ડીઝીટલ બનાવી શાળામાં વાઇફાઇ શરૂ કરી બોયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પુરવામાં આવશે. શાળા સહિત ગામમાં સીસીટીવી કેમેરા લગાવાશે. ઇ એજ્યુકેશન એપ દ્વારા વિધાર્થીઓ સેલ્ફ લર્નિંગ કરી શકશે. ઇમરજન્સી માટે સાયરન મુકાશે. વાલીઓને એપ સાથે જોડી દેવાશે જેઓ શાળાની ગતિવિધિથી માહિતગાર રહી શકશે. ગ્રામજનોને કેસલેસ માટે કાર્ડ અપાશે.તેવી અનેક જાહેરાતો કરાઈ હતી જેને લઈને ગ્રામજનોમાં ખુશી ફેલાઈ હતી જોકે, તે પછી મંત્રીએ આપેલું વચન પાળવામાં આવ્યું નથી. 

જ્યાં જે પ્રકારની સુવિધાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેનો હજુ સુધી અમલ કરવામાં આવ્યો ન હોઈ માલણ ગામના લોકોને ડિજિટલ વિલેજનું બતાવવામાં આપેલું સ્વપ્ન અધૂરું જ રહી ગયું છે.જોકે, નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારના પાંચ વર્ષ પુરા થઈ ગયા બાદ કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર આવી અને ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર ફરીથી આવી પરંતુ બનાસકાંઠાનું આ પ્રથમ ગામ હજુ સુધી ડિજિટલ થયું જ નથી.

માલણ ગામને ડિજિટલ જાહેર કરાયા બાદ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તો ગામમાં અન્ય સુવિધાઓનો પણ અભાવ હોવાથી ગ્રામજનો સરકાર પોતાનું વચન નિભાવી માલણ ગામને તાત્કાલિક ડીઝીટલ બનાવે તેવી માંગ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news