Rajnath Singh ની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયું ડિફેન્સના સાધનોનું પ્રદર્શન

કેવડિયા ટેન્ટ સિટી (Kevadia Tent City) ખાતે આજથી શરૂ થયેલ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ (Joint Commander Conference) જે 3 દિવસ ચાલનારી છે. આ કોંફરન્સમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ (Defense Minister Rajnath Singh) એ પણ હાજરી આપી હતી.

Rajnath Singh ની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયું ડિફેન્સના સાધનોનું પ્રદર્શન

જયેશ દોશી/ કેવડિયા: કેવડિયા ટેન્ટ સિટી (Kevadia Tent City) ખાતે આજથી શરૂ થયેલ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ (Joint Commander Conference) જે 3 દિવસ ચાલનારી છે. આ કોંફરન્સમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ (Defense Minister Rajnath Singh) એ પણ હાજરી આપી હતી.

કોન્ફરન્સ હોલની બાજુમાં ડિફેન્સનું એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ડિફેન્સને (Defense) જરૂરી સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમકે વીવીઆઈપીની સુરક્ષા કરતી વખતે નો ડ્રોન કાયદો (No Drone Law) લાગુ હોય છતાં કોઈ ડ્રોન ઉડાવી વીવીઆઈપીને નુકસાન કરવા માંગે તો ડ્રોનના ઝામર બનાવવામાં આવ્યા છે.

આ સાથે જ ટેન્ક (Tanks) જેવા મોટા અને ખૂબ ઉપયોગી સાધનો પણ ભારતમાં બની રહ્યા છે તેને કારણે મેક ઇન ઇન્ડિયાને (Make in India) પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે આ પ્રદર્શનમાં મુકવામાં આવેલા સાધનો પણ ભારત માં જ બન્યા છે. કોન્ફરન્સમાં આવેલ તમામ અધિકારીઓ અને જવાનો આ પ્રદર્શનનો લાભ લે તે માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news