અમદાવાદમાં કોરોના સામે જિંદગીનો જંગ હાર્યા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજી
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજી કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા છે.
Trending Photos
ઉદય રંજન/ મૌલિક ધામેચાઃ અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી 11300થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8400થી વધુ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે લૉકડાઉનમાં ફરજ બજાવતા અનેક પોલીસકર્મીઓ પણ અમદાવાદમાં કોરોનાનો ભોગ બન્યા હતા. તો હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સ, તથા અન્ય મેડિકલ સ્ટાફ પણ કોરોનાનો શિકાર બન્યા હતા. ત્યારે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનું મૃત્યુ થયું છે.
પોલીસકર્મી ભરતજી સોમજીનું મૃત્યુ
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજી પોતાની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા. કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ પોલીસકર્મી કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા છે. તેમના મૃત્યુને કારણે પોલીસ બેડામાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતમાં કોરોનાનો પ્રકોપ યથાવત, વધુ 11 કેસ નોંધાયા
16 મેના રોજ તેમને કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું છે. તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય કર્મચારી ASI રણજીત સિંહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એએસઆઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમને હોમ ક્વોરેન્ટીન કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે