ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહી
Heatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Trending Photos
Gujarat Weather : ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ આવ્યો છે. શનિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું અને કેટલાક શહેરોમાં કમોસમી વરસાદ આવ્યો હતો. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. જોકે આ કારણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત થઈ છે. મહત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે પણ વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. તો અમદાવાદનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગઈકાલે કચ્છના ગાંધીધામ, ભૂજમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામમાં પવનની ડમરી બાદ ધીમી ધારે વરસાદ આવ્યો હતો. તો ભુજ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભૂજના લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા વિસ્તારમાં વરસાદ નોંધાયો. પવન સાથે વરસાદી ઝાપટા અનુભવાયા હતા. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ છે. તો ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા ખરતા જોવા મળ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્ય હતો. ભુણાવા, મોટા ઉમવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માવઠાથી ઉનાળું પાકમાં તલી, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની શક્યતા છે.
14 એપ્રિલની આગાહી
રવિવારે 14 એપ્રિલે સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ
15 એપ્રિલની આગાહી
સોમવાર, 15 એપ્રિલે માવઠાની સંભાવના નહિવત છે. જોકે, જો આવે તો સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદમાં આગાહી છે.
17 તારીખ બાદ ગરમી વધશે
કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.
આગાહી અનુસાર, ગુજરાતમાં થંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી ત્રણ દિવસ વરસાદ રહેશે. હાલ હિટવેવની શક્યતા નથી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.
ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે