ખોદ્યો ભૂજનો ડુંગર, મળ્યું કરોડો વર્ષ જુનુ મહાકાય મગરનું ઈંડું

મૂળ માધાપરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલાં ડૉક્ટર હિરજી એમ. ભુડીયા અને ભુજના જાંબુડી ગામના રહીશ હરપાલસિંહ જાડેજાની સંયુક્ત શોધખોળ દરમિયાન આ ઈંડાનું અશ્મિ મળી આવ્યું છે. આ અશ્મિને પ્રિઝર્વ કરી તેનો સઘન અભ્યાસ કરવામાં આવશે. 

ખોદ્યો ભૂજનો ડુંગર, મળ્યું કરોડો વર્ષ જુનુ મહાકાય મગરનું ઈંડું

રાજેન્દ્ર ઠક્કર/ભૂજ : ભુજના ખાત્રોડના ડુંગરથી જૂરાસિક યુગના મહાકાય મગરનું કરોડો વર્ષ જૂનું ઈંડુ મળી આવ્યું છે. આ અશ્મિને પ્રિઝર્વ કરી તેના પર રિસર્ચ કરવામાં આવશે. ભૂજના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડના ડુંગરમાંથી કરોડો વર્ષ જૂનું 7 ઈંચ લાંબુ અને 4 ઈંચ પહોળા ઈંડાનું અશ્મિ મળી આવ્યું છે. અશ્મિમાં સ્પષ્ટ રીતે ઈંડાનું બાહ્ય સખત આવરણ (કોચલું) અને આંતરિક જરદી દેખાય છે.

મૂળ માધાપરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલાં ડૉક્ટર હિરજી એમ. ભુડીયા અને ભુજના જાંબુડી ગામના રહીશ હરપાલસિંહ જાડેજાની સંયુક્ત શોધખોળ દરમિયાન આ ઈંડાનું અશ્મિ મળી આવ્યું છે. આ અશ્મિને પ્રિઝર્વ કરી તેનો સઘન અભ્યાસ કરવામાં આવશે. ડૉક્ટર ભુડીયા હાલ વતનની મુલાકાતે આવ્યાં છે. ખાત્રોડના ડુંગરમાંથી મળેલાં ઈંડાનું અશ્મિ 13થી 14 કરોડ વર્ષ જૂનાં મહાકાય મગરનું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં ડાયનાસોર વિચરણ કરતાં હોવાના કોઈ પુરાવા મળ્યાં નથી. તેથી આ ઈંડુ ડાયનાસોરનું હોવાની શક્યતા ઓછી છે. એ જ રીતે, કાચબાના ઈંડા નાનાં હોય છે. અલબત્ત તે સમયે મહાકાય મગરો વિચરણ કરતાં હતા. કરોડો વર્ષ પૂર્વે અહીં નદી કે સાગરકાંઠો હોવાનું પણ તેમણે અનુમાન લગાવ્યું છે. 

IMG_1160.JPG
 
ડો.હિરજીએ કહ્યું કે, 13થી 14 કરોડ વર્ષ પૂર્વે 15થી 18 મીટર લાંબા મહાકાય મગરો પૃથ્વી પર હતા. જૂરાસિક યુગના આ મગર ક્રોકોડીનીયલ (અર્વાચીન મગરોના પૂર્વજ) તરીકે ઓળખાય છે. આ મગર પાણી પીવા આવતાં ડાયનાસોરની ડોક પકડી તેમનો શિકાર પણ કરી ખાતાં હતા. કાચબા-મગર જેવા જળચર પ્રાણીઓ તેમના ઈંડા સમુદ્રકાંઠે રેતીમાં છૂપાવી સેવતા હતા. તેથી શક્ય છે કે અહીં ક્રોકોડીનીયલ્સની આખેઆખી હેચરી (ઈંડા સેવવાની વસાહત) મળી આવે. તે માટે સમગ્ર વિસ્તારનો સઘન સર્વે કરાશે. 

vlcsnap-2018-11-26-11h47m10s654.png

(મૂળ માધાપરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલાં ડૉક્ટર હિરજી એમ. ભુડીયા)

તેમણે કહ્યું કે, ખાત્રોડ ડુંગરથી થોડેક દૂર માધાપર નજીક આવેલા ગંગેશ્વર પાસેથી અગાઉ કાચબાની હેચરી મળી આવી છે. ગંગેશ્વર પાસેથી આજે પણ કાચબાના ઈંડાના અશ્મિ મળે છે. તો,અગાઉ એક કાચબાનું અશ્મિ પણ મળેલું છે. ડૉક્ટર ભુડીયાએ અગાઉ ગંગેશ્વર વિસ્તારમાંથી આદિમાનવના પગલાની છાપ પણ શોધેલી છે. કચ્છમાં અગાઉ લખપત-અબડાસા વિસ્તારમાંથી ક્રોકોડીનીયલ્સના ફોસિલ્સ મળેલાં છે. જેમાંનું એક ફોસિલ્સ ભૂજના ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમમાં સચવાયેલું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છની ધરતીના પેટાળમાંથી અવારનવાર કરોડો વર્ષ જૂનાં ડાયનાસોર અને જળચર જીવોના અશ્મિ મળી આવે છે. થોડાંક સમય પૂર્વે લોડાઈ નજીક ઈચ્યિથૌરસ નામના પ્રાગ ઐતિહાસિક કાળના જળચર જીવનું અશ્મિ મળ્યું હતું. આમ કચ્છની સંસ્કૃતિ હજારો નહિ, પરંતુ લાખો કરોડો વર્ષ જૂની સંસ્કૃતિ છે અને તેનું પદ્ધતિસર સંશોધન થાય તેવો ઉદેશ્ય ડો. ભુડીયાએ વ્યક્ત કર્યો હતો.  વ્યક્ત કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news